બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Vastrapur after gathering to have fun at friend's house 7 youths caught drinking

અમદાવાદ / વસ્ત્રાપુરમાં દારુની મહેફિલ માણતા 7 યુવાનો ઝડપાયાં, મિત્રના ઘેર મોજ માણવા ભેગા થયાતાં

Dinesh

Last Updated: 05:35 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: વસ્ત્રાપુરમા સેટેલાઈટ સેન્ટરમા દારૂની મહેફીલ ચાલી રહી હતી તે દરમિયાન વસ્ત્રાપુર પોલીસે રેડ પાડી 7 યુવકોની ધરપકડ કરી છે

અમદાવાદના વસ્ત્રાપુરમા પોલીસે દારૂની મહેફીલ માણતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે 7 યુવકોની ધરપકડ કરાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે વસ્ત્રાપુરમા સેટેલાઈટ સેન્ટરમા દારૂની મહેફીલ ચાલી રહી છે. 

7 યુવકોની ધરપકડ 
પોલીસની ટીમે રેડ કરતા છ યુવાનો દારૂની મહેફીલ કરતા રંગે હાથે ઝડપાયા છે. મયુર પવાર,વિશાલ સુર્યવંશી, અમરનાશ જેશવાલ, કાંતીભાઈ ઠાકોર, મહેશ ભરવાડ અને પ્રદિપસિંહ સોલંકીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાનો મિત્રો છે. મોજશોખ કરવા માટે તેઓ એક મિત્રના ઘરે દારૂની મહેફીલનુ આયોજન કર્યુ હતુ.

વાંચવા જેવું: ગુજરાતીઓ શેકાવા તૈયાર રહેજો ! હવામાન વિભાગની આવી મોટી આગાહી

પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી
પોલીસે રેડ કરીને તેઓને દારૂ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે આ દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને મહેફીલનુ આયોજન કર્યુ હતુ તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ દારૂની રલમછેલની ઘટના છાસવારે બનતી જોવા મળી રહી છે. .

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ