બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad unknown facts and know about hasti bibi no gokhlo near kalupur Swaminarayan temple

હેપ્પી બર્થ ડે અમદાવાદ / અમદાવાદની એવી ચમત્કારિક જગ્યા, જ્યાં પગે લાગવાથી બાળકની બીમારી થઈ જાય છે દૂર, જાણો હસતી બીબીના ગોખલા વિશે

Vishal Dave

Last Updated: 11:40 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના 614મા જન્મદિવસ નિમિત્તે એવી અજાણી વાત, જેના વિશે ભાગ્યે જ અમદાવાદીઓ પણ જાણે છે. આજે વાત હસતી બીબીના ચમત્કારિક ગણાતા ગોખલા વિશેની.

અમદાવાદ આ માત્ર 5 અક્ષરનો શબ્દ નથી, માત્ર શહેર નથી, અમદાવાદ એક લાગણી છે, અનુભૂતિ છે, અમદાવાદ એક મિજાજ છે. અમદાવાદના કોમી રમખાણોની વાતો થાય છે, પરંતુ તેની વસંત-રજબ જેવી કોમી એક્તાની વાત ભાગ્યે જ થાય છે. અમદાવાદીઓ કરસકસરિયા છે, તેના મેણા મરાય છે, પરંતુ કુદરતી આફતો વખતે અમદાવાદીઓએ તિજોરી ખોલીને આપેલા દાન કોઈને યાદ આવતા નથી, અમદાવાદના વિકાસ માટે શેઠિયાઓએ આપેલા દાન યાદ આવતા નથી. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે અમે તમને આવી જ કેટલીક રસપ્રદ વાતો કરવા જઈ રહ્યા છીએ. 

આપણા અમદાવાદમાં ઐતિહાસિકની સાથે સાથે કેટલીક ચમત્કારિક મનાતી જગ્યાઓ પણ છે. જ્યાં અમદાવાદ પોતાની અંદર અગણિત ઘટનાઓ અને ઈતિહાસ સંગ્રહીને બેઠું છે. અમદાવાદમાં ચલતા પીરની દરગાહ છે, હડકાઈ માતાનું મંદિર છે, તો હસતી બીબીનો ગોખલો પણ છે. અમદાવાદી છોકરાઓનું જ્યારે પરિણામ આવે ત્યારે સિટીમાં વસતા છોકરાઓ એકબીજાને પૂછે કે હસતી બીબી કે રોતી બીબી? તો આજે અમે તમને આ ઉખાણા જેવી વાત વિશે જણાવીશું.

ક્યાં આવેલો છે હસતી બીબીનો ગોખલો?
અમદાવાદનો હસતી બીબીનો ગોખલો ચમત્કારિક જગ્યા મનાય છે. કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા હસતી બીબીના ગોખલા વિશે માન્યતા છે કે જો તમારું બાળક બીમાર છે, અને તમે તેને અહીં પગે લગાવો છો, તો તેની બીમારી દૂર થઈ જાય છે. આ હસતી બીબીનો ગોખલો 500થી વધુ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જો તમે આ રોડ પરથી પસાર થયા હશો તો લીલા રંગની દિવાલ અને સફેદ પથ્થરથી બનેલા ગોખલા પર એકવાર જ નજર ગઈ જ હશે.   આ જ છે, હસતી બીબીનો ગોખલો.

પગે લાગવાથી સાજા થાય છે બાળકો
અમદાવાદનો ઈતિહાસ આલેખનાર ડૉ. માણેક પટેલે પોતાના પુસ્તક અમદાવાદના પોળો અને પરાંમાં પણ હસીતી બીબીના ગોખલાની વાત આલેખી છે. જે મુજબ 500થી વધુ વર્ષ પહેલા અહીં શેખ અબ્દુલ્લા એદ્રુસ પરિવારની એક મહિલા રોજ ઝરુખે બેસતી હતી. આ મહિલા સદાય હસતી જોવા મળતી. માન્યતા એવી છે કે આ મહિલા બીમાર બાળકોના માથે હાથ ફેરવતી અને બાળકોની બીમારી દૂર થઈ જતી. હાલ તેમના આ ઝરૂખાના બદલે અહીં ગોખલો છે, જ્યાં સતત ઘીનો દીવો પ્રજ્વલિત હોય છે. આજે પણ હિન્દુ અને મુસ્લિમ પરિવારો કોઈ વૈમનસ્ય વિના પોતાના બીમાર બાળકોને અહીં પગે લગાવવા લઈને આવે છે.


ચડે છે જલેબીનો પ્રસાદ 
હસતી બીબીના ગોખલા પર ગુરુવારે દર્શન કરવાનું ખાસ મહત્વ છે, ગુરુવારે અહીં જલેબી ચડાવવાનો અનોખો મહિમા છે. સાથે જ શ્રદ્ધાળુઓ અહીં ડમરો, ગુલાબ અને અગરબત્તી પણ અર્પણ કરે છે. જેમના બાળકો અહીં દર્શન કર્યા બાદ સાજા થઈ જાય તે માતા પિતા પણ પોતાની શ્રદ્ધા અનુસાર અહીં જલેબી, ગુલાબ વગેરે ચડાવે છે.   હસતી બીબી તો હવે હયાત નથી, પરંતુ શ્રદ્ધા હજુય અકબંધ છે. 

બાળકો કેમ કહે છે હસતી બીબી રોતી બીબી?

અમદાવાદના કોટ વિસ્તારમાં બાળકોમાં હસતી બીબી અને રોતી બીબી બોલવાનું ચલણ ઙતું. જો વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તો હસતી બીબી અને નપાસ થાય તો તેને રોતી બીબી કહેવામાં આવતું. જો કે, આ તો માત્ર મજાકની વાત હતી, પરંતુ આ અમદાવાદનો મિજાજ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ