બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad RTO negligence exposed

બેદરકારી / અમદાવાદ RTOમાં પેટ્રોલિંગના બુલેટ પર ધૂળ ચડી, લાવીને ફક્ત મૂકી દીધા ઉપયોગ કારનો જ, અણઘડ વહીવટ છતો

Dinesh

Last Updated: 06:30 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે અમદાવાદ આરટીઓના અધિકારીઓને પેટ્રોલિંગ માટે બુલેટ ફાળવ્યા હતા. પરંતુ આ બુલેટનો ફિલ્ડવર્કમાં ઉપયોગ થવાના બદલે આરટીઓના કચેરીના પાર્કિંગમાં જ ધૂળ ખાઈ રહ્યા છે.

  • અમદાવાદ RTOની બેદરકારીનો પર્દાફાશ 
  • સરકારના લાખો રૂપિયા ખાઈ રહ્યા છે ધૂળ 
  • અમદાવાદ RTOને પેટ્રોલિંગ માટે આપ્યા હતા બુલેટ 


જનતાના હકના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે તેવું જણાઈ રહ્યું છે. કોરોના કાળ પહેલા આરટીઓ અધિકારીઓ માટે બુલેટ ખરીદવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનો ખર્ચ કરકસરભર્યા પેટ્રોલિંગ માટે કરવામાં આવ્યો હતો. પરંતુ RTO અધિકારીઓને ફોરવ્હીલ સિવાય ફાવતું નથી, પરિણામે જનતાના ટેક્સમાંથી વસાવેલા કરોડો રૂપિયાના બુલેટ આરટીઓ કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. 

ઈંધણની બચતનો વિચાર ધૂળમં ભળી ગયો
એક મોટા હોલમાં કતારમાં સ્ટેન્ડ કરીને પાર્ક કરેલા આ મોંઘાદાટ બુલેટ અને તેમના પર જામી ગયેલી અનેક દિવસોની ધૂળ જોઈને આપને લાગશે કે, આ વાહનો પોલીસે જપ્ત કરેલા હશે અને અને તેનો માલિક તેને છોડાવવા નહીં આવ્યો હોય પરંતુ ના. હકીકત એ છે કે, આ વાહનો અમદાવાદ RTO કચેરીની જ મિલકત છે. સરકારે જ આરટીઓના અધિકારીઓને પેટ્રોલિંગ માટે આ બુલેટ ફાળવ્યા હતા. પરંતુ આ બુલેટનો ફિલ્ડવર્કમાં ઉપયોગ થવાના બદલે આરટીઓના કચેરીના પાર્કિંગમાં જ ધૂળ ખાઈ રહ્યા છે.

RTO અધિકારીઓને ફોરવ્હીલ સિવાય ફાવતુ નથી
RTO દ્વાર આ બુલેટ વસાવવા પાછળનો આશય ફોરવ્હીલરમાં થતાં ડીઝલના વપરાશ અને ખર્ચને ઘટાડવાનો હતો. ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા એટલે કે કોઈ પણ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવા ઈન્સ્પેક્ટરોએ આ રોયલ એનફીલ્ડનો ઉપયોગ કરવાનું જે તે સમયે નક્કી કરાયું હતું. ઉપરાંત અકસ્માતના કેસમાં અન્ય એજન્સી સાથે મળીને સ્પોટ વિઝિટ ફરજિયાત હોવાથી તેવી કામગીરી માટે પણ બુલેટ પર જ જવાનું નક્કી કરાયું હતું. એટલું જ નહીં તે વખતે આરટીઓમાં નવા ભરતી થયેલા અધિકારીઓમાં એક સમયે બુલેટનો ક્રેઝ પણ હતો. પરંતુ અમલીકરણ અને ઈચ્છાશક્તિના અભાવે આરટીઓ અધિકારીઓ દ્વારા બુલેટનો વપરાશ વધારે સમય થયો નહીં. પરિણામે સરકારનો સમય અને ઈંધણની બચત માટેનો આ આઈડિયા હવે ધૂળ ખાઈ રહ્યો છે.

જનતાના ટેક્સના નાણાં આ રીતે વેડફાય છે
આમ, હાલમાં આરટીઓ અધિકારીઓ કોઈ પણ સંજોગામાં તડકો, ઠંડી અને વરસાદ સહન કરવા માંગતા નથી. પરિણામે તેઓને ટુવ્હીલ ક્લાસીક બુલેટની સૂગ ચડી રહી છે. એવામાં બુલેટ પર આરટીઓ અધિકારીઓને મોકલવાનો સરકારનો આઈડિયા હાલ તો ‘ધૂળ’ જ ખાઈ રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે અન્ય વાહનોની જેમ પણ આ ક્લાસીક બુલેટ કંડમ થઈ જાય છે કે તેને ફરીથી આરટીઓ ઓફિસના ખૂણામાંથી ધૂળ ખંખેરીને ઈન્સ્પક્ટોરને ફિલ્ડમાં લઈ જવાની ફરજ પડાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ