બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad RTO inspectors will be equipped with body-worn cameras

સુવિધા / હવેથી અમદાવાદ RTO ઇન્સ્પેક્ટર બોડી વોર્ન કેમેરાથી થશે સજ્જ, ગેરરીતિ પર રખાશે બાજનજર

Malay

Last Updated: 08:37 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારી, દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને વાહનોના ફિટનેસની ચકાસણી કરતા કર્મીઓ બોડીવોર્ન કેમેરા પહેરશે, કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે.

 

  • RTO ઇન્સ્પેક્ટર બોડીવોર્ન કેમેરાથી સજ્જ
  • ટેસ્ટ ટ્રેક કામ માટે બોડીવોર્ન કેમેરા ફરજિયાત
  • 3 RTOને 25 કેમેરાની ફાળવણી કરાઈ

અમદાવાદ RTOમાં હવે કોઈ ગેરરીતિ નહીં આચરી શકે. અમદાવાદ RTOમાં આજથી બોડી વોર્ન કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. RTO ઇન્સ્પેક્ટર અને વાહનોના ફિટનેસની ચકાસણી કરતા કર્મચારીઓએ બોડી વોર્ન કેમેરા ફરજિયાત પહેરવા પડશે. આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. અમદાવાદમાં RTOના દરેક ઇન્સ્પેક્ટરને 8 કલાક સુધી કેમેરો પહેરીને રાખવો પડશે. RTOમાં ટેસ્ટ ટ્રેક કામ માટે બોડીવોર્ન કેમેરા ફરજિયાત કરાયા છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરની 3 RTOને 25 કેમેરાની ફાળવણી કરવામાં આવી છે. 

કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે
RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે હવે ટેસ્ટ ટ્રેક, દંડ વસુલતા અને ફિટનેસ ચકસતા અધિકારીઓના ખભા પાસે બોડી વોર્ન કેમેરા લાગશે. જેથી આ કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખી શકશે. મહત્વનું છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો રેકોર્ડ થશે.  

સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTO તમારી સોસાયટીમાં આવીને નંબર પ્લેટ લગાવી જશે |  Ahmedabad Subhash bridge vastral RTO go for home for HSRP

બોડી વોર્ન કેમેરા શું છે? 
બોડી વોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે. તે ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરવામાં આવે છે. આ કેમેરામાં એક લેન્સ છે, જેને ચારેય દિશામાં ફેરવી શકાય છે. એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા છે. કેમેરામાં ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ કેમેરા GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.

ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ, 50 કરોડના ખર્ચે બૉડીવોર્ન કેમેરાની ખરીદી |  Gujarat Police gets third eye, buys bodyworn camera at a cost of Rs 50 crore

મોબાઈલ ફોન પર મોકલાશે મેમો
અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવતો હતો. આ ઉપરાંત મેમો ઘરે મોકલવામાં આવતા હવે હવે સીસીટીવીથી નિયમભંગની નોંધ કરીને મોબાઈલ ફોનથી મેમો મોકલીને દંડ ઓનલાઈન વસુલવામાં આવશે. અત્યાર સુધી ટુ વ્હીલર ચાલકોને સ્ટોપલાઈન કે સિગ્નલ ભંગ  અને હેલમેટ ન પહેરવાના ત્રણ નિયમો તોડવા બદલ ઈ-મેમો મોકલવામાં આવતા હતા. હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 16 નિયમોના ભંગ બદલ મેમો મોકલમાં આવશે. જો કોઈ વાહનચાલકો ટ્રાફિકના નિયમો તોડશે તો જેમના નામે વાહન હશે અને જે મોબાઈલ ફોન નંબર રજિસ્ટર્ડ હશે તેના ઉપર દંડનો મેસેજ મોકલવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ