બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad-Jamnagar Vande Bharat Train Extension latest news

ગુડ ન્યુઝ / અમદાવાદ-જામનગર વંદે ભારત હવેથી સુરત સુધી દોડશે, રેલવે રાજ્યમંત્રીએ આપી જાણકારી

Dhruv

Last Updated: 03:14 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વંદે ભારત ટ્રેનની મુસાફરી કરનારા મુસાફરો માટે ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જે અંતર્ગત જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત હવે છેક સુરત સુધી દોડશે.

  • અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ઉધના સુધી લંબાવાઇ
  • રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી
  • અગાઉ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને અપાઇ હતી લીલી ઝંડી 

PM મોદીએ 24 સપ્ટેમ્બરના રોજ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. દરમ્યાન જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે હવે આ વંદે ભારત ટ્રેનને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હવેથી અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને છેક સુરતના ઉધના સુધી લંબાવાઇ છે. ત્યારે જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે, 24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ દેશને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ અર્પણ કરી હતી. એવામાં આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા વધીને 33 થઇ ગઇ હતી. ત્યારે આ 9 વંદે ભારત ટ્રેનમાં જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા તથા વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી અપાઇ હતી. ત્યારે ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

અત્રે જણાવીએ કે, આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી છેક સુરતના ઉધના સુધી જશે. જેથી જામનગરથી સુરત કે સુરતથી જામનગર જનારા મુસાફરો તેમજ છેક અમદાવાદ સુધી જનારા સુરતવાસીઓને પણ હવે કોઇ પણ પ્રકારની અગવડતા નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ