બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે અમદાવાદમાં ધામધૂમથી નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે

રથયાત્રા 2025 / આજે અમદાવાદમાં ધામધૂમથી નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે

Last Updated: 07:56 AM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી આયોજિત કરવામાં આવી છે. આ યાત્રા રથયાત્રાના પ્રથમ તબક્કા તરીકે વિશેષ મહત્વ ધરાવે છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રાનું આયોજન થયું છે, જે રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે. જળયાત્રા ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. જગન્નાથ મંદિરથી શરૂ થનારી આ યાત્રા ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભરી હોય છે. મંદિરથી નિકળી જળયાત્રા સાબરમતી નદીના તટે આવેલ સોમનાથ ભૂદરના આરે પહોંચશે.

rathyatra-4

આ ધાર્મિક વિધિમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિતિ આપશે. યાત્રા સ્થળે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે અને પરંપરાગત રીતે ૧૦૮ કળશમાં પવિત્ર જળ ભરી લેવામાં આવશે. આ જળનો ઉપયોગ ભગવાન જગન્નાથજીના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક માટે કરવામાં આવશે.

rathyatra-2

જળાભિષેક બાદ ભગવાન ભવ્ય નાથગજ વેશ ધારણ કરી ભક્તોને દર્શન આપશે. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે અને સાથે અનેક ભજન મંડળીઓ પણ ભક્તિભાવથી યાત્રામાં જોડાશે. વિશેષ બાબત એ છે કે સુંદર રીતે સુશોભિત કરાયેલા ગજરાજો પણ આ જળયાત્રામાં જોડાશે, જે સમગ્ર યાત્રાને વૈભવી અને ભક્તિમય બનાવશે.

app promo4

આ પણ વાંચો : ગુજરાતનું એક માત્ર રણછોડજીનું મંદિર, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સાથે બિરાજમાન

જળયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ચિહ્ન છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાય છે અને સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Temple Jagannath Jalayatra 2025 Rathyatra 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ