ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Ahmedabad HA Commerce college USA Chirag Patel Unique initiative

અનોખ પહેલ / અમેરિકામાં રહેતા ચિરાગ પટેલે અમદાવાદની કોલેજનું ઋણ ચૂકવ્યું! 17 વિદ્યાર્થીઓને US ભણાવવા માટે 6 કરોડ ખર્ચ્યા

Published By: Hiren

Last Updated: 09:47 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા વિદ્યાર્થીએ અનોખી પહેલ કરી છે. અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલે પોતાની કોલેજનું ઋણ ચૂકવવા નવો અભિગમ અપનાવ્યો છે.

ADVERTISEMENT

  • અમેરિકામાં રહેતા ચિરાગ પટેલની અનોખી પહેલ
  • એચ.એ.કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા અમેરિકા
  • વિદ્યાર્થીઓના ભણતરનો ખર્ચ ઉઠાવવાની નિભાવી જવાબદારી

અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના એક પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પોતોની કોલેજનું રુણ ચુકવી રહ્યા છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કોલેજના 17 વિદ્યાર્થીઓને અમેરિકા અભ્યાસ અર્થે બોલાવ્યા છે. તમામ વિદ્યાર્થીઓની કોલેજ ફીથી લઈ તમામ ખર્ચ ચિરાગ પટેલ ઉઠાવી રહ્યા છે. પોતાની જુની કોલેજના વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસની તક મળે તે હેતુથી છેલ્લા પાંચ વર્ષમાં 6 કરોડ રુપિયા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ્યા છે.

કોણ છે ચિરાગ પટેલ ?

મહત્વનું છે કે ચિરાગ પટેલ અત્યારે અમેરિકામાં ફાર્માસ્યુટીકલ કંપનીના માલિક છે અને તેઓ 1986માં એચ.એ કોમર્સ કોલેજમાં ભણ્યા હતા. તેઓ આ કોલેજમાં બી.કોમ થયા હતા. ત્યારબાદ અમેરિકા સેટ થયા હતા. અમેરિકાના ન્યૂ જર્સી સિટી યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કર્યો હતો. MBAના અભ્યાસ બાદ તેમણે એક ફાર્મા કંપની શરૂ કરી હતી. બાદ આ સરાહનીય કામગીરી કરી છે.

ચિરાગ પટેલનું કહેવું છે કે, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસની તક મળે તે માટે આર્થિક મદદ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે તેનો મને ગર્વ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chirag Patel ahmedabad અમદાવાદ ચિરાગ પટેલ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ