બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Ahmedabad ex Range IG A.K. Jadeja dies

વિદાય / પોપટિયા વાડમાં જઈ લતીફને પકડનાર પૂર્વ IG એ.કે જાડેજાનું નિધન, ગંભીર બીમારીથી હતા પીડિત

Kishor

Last Updated: 04:49 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમતા અમદાવાદના પૂર્વ રેન્જ IG એ.કે. જાડેજાનું નિધન થતાં પોલીસ આલમમાં શોકનો માહોલ

 

  • હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા
  • શહેર પોલીસ બેડામાં શોક છવાયો
  • સરકાર તરફથી મળ્યો હતો પુરસ્કાર

અમદાવાદ પોલીસ આલમમાં દુ:ખદ સમચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમત અમદાવાદના પૂર્વ રેન્જ IG એ.કે. જાડેજાનું નિધન થયું છે. આજે તેઓએ સારવાર દરમિયાન હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. આ અંગેના વાવડ વહેતા થતાં શહેર પોલીસ બેડામાં શોક છવાયો છે. મહત્વનું છે લતીફ ગેંગનો સફાયો કરવામાં અમદાવાદ પૂર્વ રેન્જ IG એ.કે.જાડેજાએ મહત્વનો રોલ અદા કર્યો હોવાથી ઉતકૃષ્ટ કામગીરી બદલ તેઓને સરકાર તરફથી પુરસ્કાર પણ અપાયો હતો. 

 

લતીફના 18 જેટલાં સાગરિતોને દબોચી લીધા હતા

અમદાવાદ પૂર્વ રેન્જ IG એ.કે.જાડેજા બીમારીને લઈને લાંબા સમયથી સારવાર હેઠળ હતા. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓની લિવરની બિમારી સારવાર ચાલી રહી હતી. 
જ્યાં લાંબા સમયની સારવાર કારગત ન નિવડતા ગત મોડીરાતે તેમની તબિયત વધુ લથડતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે. આ વાવડ વહેતા થતાં પરિવારજનો અને પોલીસ આલમ શોકમાં ગરકાવ થયો છે. નોંધનીય છે કે અમદાવાદમાં લતીફ ગેંગના ત્રાસ સામે તેઓએ ઓપરેશન લતીફની શરુઆત કરી હતી લતીફના 18 જેટલાં સાગરિતોને દબોચી લીધા હતા. આ કામગીરીની કદર કરી રાજ્ય સરકાર દ્વારા તેઓને  તેઓને રુપિયા 50 નો  હજારનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. વધુમાં 1993માં રાજ્યમાં આતંકવાદ વિરોધી દળની સ્થાપના થઇ તે વેળાએ તેઓની કાબિલેદાદ કામગીરીને લઈને તેઓની એકમાત્ર DySP તરીકે નિમણૂક પણ થઈ હતી. આ ઉપરાંત 6 શીખ ત્રાસવાદી-ખાલિસ્તાન લેબ્રેસન ફોર્સના સૂત્રધારોને પણ પકડી પડ્યા હતા. તથા 2011થી 2013 સુધી નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે અનેક ગુનાઓના ભેદ ઉકેલી કશૂરવારોને ભોં ભીતર કર્યા હતા.  2001માં IPSતરીકે નોમિનેટ થયા હતા. દાહોદમાં પહેલું પોસ્ટિંગ  થયું હતું.

રિક્ષામાં બેસીને લતીફના ઘરે ઘૂસ્યા હતા 
લતીફ ગેંગના આતંક વેળાએ કોઈ અધિકારી લતીફના ઘરમાં ઘૂસવાની હિંમત કરતાં ન હતા ત્યારે DySP એ.કે.જાડેજા લતીફના ઘરમાં ઘૂસનારા પહેલા અધિકારી હતા.એ સમયે DCP તરીકે ગીથા જોહરી ફરજ બજાવતા હતા. તેઓ એ.કે.જાડેજા સહિત પોતાના બે અધિકારીઓ સાથે પોપટીયાવાડમાં લતીફના ઘરે રિક્ષામાં બેસીને ગયા હતા. લતીફના ઘરની બહાર પહોંચતાંની સાથે જ તેના સાગરિતોને જાણ  થઇ ગઈ હતી અને લતીફ ગેંગના સાગરિતો પોલીસને હાથતાળી આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ એ.કે.જાડેજએ લતીફનું ઘર ચેક કર્યું હતું. ઘરમાં અંદર ઘૂસતા તેઓએ લતીફને ઉપરના માળે જતા જોયો હતો.તેઓની પાછળ ભાગ્યા હતા. જો કે, લતીફ ધાબા પરથીકૂદીને ભાગવમાં સફળ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ