ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Ahmedabad corona Omicron variant first case

ખળભળાટ / જે ચિંતા હતી તે જ થયું: અમદાવાદમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા મચ્યો હડકંપ, જાણો ક્યાંથી આવ્યો હતો દર્દી

Published By: Kavan

Last Updated: 11:50 AM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસમાં ઘટાડો થયો તો ઓમિક્રોને ટૅન્શન વધાર્યું છે ત્યારે હવે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાતા ચિંતા વધી છે.

ADVERTISEMENT

  • કોરોનાએ વરસાવ્યો કહેર
  • અમદાવાદમાં નોંધાયો પ્રથમ કેસ
  • ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વધ્યું ટૅન્શન

રાજ્યના આરોગ્ય વિભાગ માટે દિવસેને દિવસે ઓમિક્રોન મોટો પડકાર બની રહ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ વાયબ્રન્ટ સમિટ આંગણે આવીને ઉભી છે ત્યારે જીનોમ સિક્વોન્સિંગમાં મોકલેલા વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. 

3 લોકોના રિપોર્ટ પોઝિટિવ 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં UKથી આવેલા 2 પુરૂષ તથા UAEથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ સાથે જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

આજે અમદાવાદમાં પણ નોંધાયો પ્રથમ કેસ 

મૂળ આણંદના રહેવાસી અને લંડનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ટૅન્શન વધ્યું છે. જો કે, હાલ આ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

એરપોર્ટ ઓથોરિટીનો મોટો નિર્ણય 

વધતા ઓમિક્રોનને લઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, વિદેશથી આવતા મુસાફરોને જ્યાં સુધી કોરોના રિપોર્ટ ન આવે ત્યા સુધી ફ્લાઈટની અંદર બેસી રહેવું પડશે. 

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અલર્ટ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 યુનિટમાં 30 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટને પગલે આરોગ્ય વિભાગ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનનો એક કેસ જામનગરમાં નોંધાયો છે, જો કે દેશના અનેક રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે  તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા સાથે વોર્ડ તૈયાર કરાયો છે. 3 યુનિટમાં 30 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ઓમિક્રોનના શંકાસ્પદ કે સંક્રમિત વ્યકિતને દાખલ કરાશે. 

ઓમિક્રોનના જિલ્લા પ્રમાણે કેસ
જામનગર 3
સુરત 2
વડોદરા 2
ગાંધીનગર 1 
મહેસાણા 1
આણંદ 1

ઓમિક્રોન વેરિઅન્ટને લઇ કેન્દ્ર સરકારની ચેતવણી

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે લોકોને બીનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોનના કેસ ઓછા પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા 20 દિવસથી કોરોનાના રોજના કેસ 10 હજારથી ઓછા છે. ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. દેશમાં સૌપ્રથમ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે આવ્યા હતા. ત્યારે સામુહિક સમારંભો અને મોટા પાયે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઇએ. અને જે જિલ્લામાં 5 ટકાથી વધુ કેસ છે ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. ત્યારે નીતિ આયોગે કહ્યું કે યૂકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોન ફેલાશે તો કેસ વધશે. યૂકેની જેમ ફેલાશે તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. અને ત્યાં 80 ટકા વેક્સિનેશન છતા યુરોપમાં ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે યૂકેના 88 હજાર કેસ ભારતની વસ્તીના હિસાબે 14 લાખ કેસ હોઇ શકે છે. હાલ ભારતમાં સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ દર વધી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો પ્રતિબંધાત્મક ઉપાયો લાગુ કરવા જોઇએ. ઓમિક્રોનને લઇ ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોન સમગ્ર યુરોપ અને દુનિયાના મોટાભાગમાં ઝડપથી ફેલાઇ ગયો છે. ત્યારે લોકોએ 5 ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધ વધારવા જોઇએ. અને 2 સપ્તાહમાં 5 ટકાથી ઓછા કેસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ વધારવા જોઇએ. કારણે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે ત્યાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટથી આગળ નીકળી જશે. અને ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના કેસને સામાન્ય ગણાવીને નકારવામાં આવી રહ્યાં છે.

ગંભીર સ્થિતિથી પસાર થઇ રહ્યું છે યૂરોપઃ વીકે પૉલ

નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, યૂરોપ ખુબ જ સીરિયસ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. તેઓ ડેલ્ટા હોય કે ઓમિક્રોન, કેસની સંખ્યા વધી છે. આપણે સ્થિતિથી લડવાને લઇને તૈયાર રહેવું પડશે. સરકાર આ દિશામાં સમગ્ર પ્રયાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad omicron positive omicron variant અમદાવાદ કોરોના વાયરસ corona Omicron variant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ