બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad city too, various places will be named after various characters of Ramayana

આસ્થા / રામ આયેંગે..અમદાવાદના આ જાણીતા સ્થળો રામાયણ કાળના નામોની ઓળખાશે, AMCની બેઠકમાં નિર્ણય

Dinesh

Last Updated: 11:04 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ શહેરમાં પણ રામાયણના વિવિધ પાત્રોના નામ પરથી વિવિધ સ્થળોના નામકરણ કરવામાં આવશે, જેને લઈ અમદાવાદ કોર્પોરેશને પણ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય
  • શહેરમાં રામાયણના કાળના નામ પર જોવા મળશે સ્થળ 
  • નામને લઈને કોર્પોરેશનમાં દરખાસ્તને મળી મંજૂરી   

દેશમાં ચારે કોર હવે માત્ર અયોધ્યા અને ભગવાન શ્રી રામ મંદિરની જ ચર્ચા છે, ત્યારે અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ રામાયણના પાત્રોના નામ પર વિવિધ સ્થળો જોવા મળશે. નામકરણને લઈને અમદાવાદ કોર્પોરેશનમાં પણ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, વિરાટ નગર અને ઓઢવમાં બ્રિજ, લાયબ્રેરી તેમજ ગાર્ડનના નામ રામાયણના પાત્રોના નામ પરથી રાખવામાં આવશે

આ ગાર્ડનનું નામ શબરીવાટિકા અપાશે
અમદાવાદ શહેરના ઓઢવમાં જીઆઇડીસી પાર્ટી પ્લોટને રામ પાર્ટી પ્લોટ નામ અપાશે જ્યારે  શિવ દર્શન સોસાયટી પાસેના બગીચાને શબરીવાટિકા નામ અપાશે. ઓઢવ ગામના બગીચાને અયોધ્યા વન નામ અપાશે જ્યારે ઓઢવ ગામ તળાવને લવકુશ તળાવ નામ આપવામાં આવશે. અંબિકા નગરમાં આવેલી લાઇબ્રેરીને વાલ્મિકી લાઇબ્રેરી નામ અપાશે.

વાંચવા જેવું: રામ મંદિર બનશે તેની 33 વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી!, હવે આશ્રમ પહોંચ્યું પ્રતિષ્ઠાનું નિમંત્રણ, ચમત્કારિક વૃક્ષનું મહાત્મ્ય

સોનીની ચાલી હવે રામસેતુ બ્રિજ તરીકે ઓળખાશે
વધુમાં જણાવીએ કે, અંજના ચોકને અર્બુદા દેવી ચોક નામ અપાશે તો વિરાટ નગરમાં સોનીની ચાલી બ્રિજને રામસેતુ બ્રિજ નામ આપવામાં આવશે. રાજેન્દ્ર પાર્ક બ્રિજને રામરાજ્ય બ્રિજ જ્યારે વિરાટ નગર બ્રિજને વિશ્વકર્મા બ્રિજ નામકરણ કરવામાં આવશે. આપને જણાવીએ કે, અજિત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ તેમજ ફુવારા સર્કલને કેસરી નંદન ચોક નામ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ