બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad bhudarpura fight between two groups led to throw stones on eachother
ADVERTISEMENT
અમદાવાદનાં ભુદરપુરામાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામાન્ય તકરાર બાદ બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના બની હતી. જો કે ત્યાર બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને વચ્ચે પડવું પડ્યું હતું.
બે ચાલી વચ્ચે પથ્થરમારો
બે ચાલીનાં જૂથો વચ્ચે ચાલીની બહાર પડેલી દારૂની બોટલ ફેંકવા મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ તકરારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી દીધો હતો.
ADVERTISEMENT

પોલીસની દરમિયાનગીરી
ADVERTISEMENT
આ સમગ્ર તકરાર મુદ્દે પોલીસને ઘટનાની જાણ થતાં તરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી. બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.

ADVERTISEMENT
દારૂની બોટલ આવી ક્યાંથી?
જો કે આ તમામની વચ્ચે એ સવાલ થાય છે કે આ દારૂની બોટલ આવી ક્યાંથી? ગુજરાતમાં દારૂબંધીનાં દાવાઓ એકદમ પોકળ સાબિત થઈ રહ્યા છે. દિવસે દિવસે દારૂનાં કારણે મોત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ પણ સફાળી જાગી છે અને એવા સમયે બે જૂથો વચ્ચે અથડામણનું કારણ બનેલ આ બોટલ ક્યાંથી આવી એ પણ તપાસનો વિષય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.