બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahead of the assembly elections the poster war heated up the atmosphere

પોસ્ટર વૉર / હિન્દુ દેવ-દેવીઓને નહીં માનું...: દિલ્હીના મંત્રીની શપથનો ગુજરાતમાં વિરોધ, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

Malay

Last Updated: 12:52 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો છે. શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

 

  • વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વૉરથી માહોલ ગરમાયો 
  • રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરામાં લાગ્યાં AAP વિરોધી પોસ્ટરો
  • હિન્દુ હિતરક્ષક સમિતિએ શહેરી વિસ્તારોમાં લગાવ્યા પોસ્ટરો 
  • ધર્માંતરણ બાબતે થયેલા વિવાદ બાદ લાગ્યા પોસ્ટરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે.   મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટર વોરથી માહોલ ગરમાયો છે. ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં AAP વિરોધી પોસ્ટરો લગાવ્યા છે.

રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ
હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો વીડિયો વાયરલ થયા બાદ તેમનો ચારેયકોર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત ભાજપે પણ દિલ્હી રાજેન્દ્ર પાલના વીડિયો મુદ્દે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીના નેતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.

ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ કરી માફીની માંગ
ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી પાસે માફીની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુઓની લાગણી દુભાણી છે. કેજરીવાલ અને તેમના મંત્રીએ માફી મંગાવી જોઈએ. આમ તો બધું જ કેજરીવાલની મૂક સંમતિ જ થઈ રહ્યું છે. 

ગુજરાતના મહાનગરોમાં લાગ્યા પોસ્ટરો
તો હવે ગુજરાતના મહાનગરોમાં આમ આદમી પાર્ટી વિરોધી પોસ્ટરો લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પોસ્ટરવોર શરૂ થતા માહોલ ગરમાયો છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. 

ઠેર-ઠેર વિવિધ લખાણોવાળા પોસ્ટરો લાગ્યા 
શહેરી વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટર વિશે વાત કરીએ તો જેમાં લખેલું છે કે, 'હું બ્રહ્મા, વિષ્ણ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં.', 'હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં.', 'હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું.' સાથે દરેક પોસ્ટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ફોટો જોવા મળી રહ્યો છે.

 

રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં લેવડાવવામાં આવી શપથ
મહત્વનું છે કે, ગત 5 ઓક્ટોબરના રોજ દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતાં. આ કાર્યક્રમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં લોકોને શપથ લેવડાવામાં આવી હતી કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરે અને ઈશ્વરને પણ નહીં માને. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ