ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Agriculture Minister Raghavjis announcement considering the multi purpose use of farmers

સહાય / કૃષિમંત્રી રાઘવજીની જાહેરાત, ખેડૂતોના મલ્ટીપર્પઝ વપરાશને જોતા સરકાર આ વસ્તુઓ માટે મહતમ 2 હજારની સહાય અપાશે, જાણી લો યોજના

Published By: Mahadev Dave

Last Updated: 11:28 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજ્યના ખેડૂતોને ઉપયોગી નીવડે તેવા ડ્રમ તેમજ ટબ ખરીદી માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. જેમાં રૂ. ૨૦૦૦ની સહાય અંગે  કૃષિ મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

  • ખેડૂતોને ડ્રમ ખરીદીમાં સહાય આપશે રાજ્ય સરકાર
  • ૨૦૦૦ની સહાય અપાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
  • ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રીનો અનુરોધ

રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE માર્કવાળા ૨૦૦ લિટરની ક્ષમતાનુ ડ્રમ તેમજ ૧૦ લિટરની ક્ષમતાવાળા બે ટોકર-ટબની કીટ ખરીદીની યોજના પર મહતમ રૂ.૨૦૦૦ ની સહાય આપવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

GST નંબર વાળું બિલ રજૂ કરવુ ફરજિયાત

આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે  આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારાધોરણ મુજબ ડ્રમ તેમજ બે ટોકર-ટબની ખરીદ કરી સબંધિત કચેરીને GST નંબર ધરાવતું બિલ રજૂ કરવાનું  રહેશે.જે સમયમર્યાદામાં રજૂ કરવું ફરજિયાત છે.

લાભ લેવા કૃષિ મંત્રીનો અનુરોધ

આ અંગે ખેડૂતોએ ખરીદી સમયે ડ્રમ તેમજ ટોકર ઉપર CIPET દ્વારા પ્રમાણિત કર્યાનો તેમજ HDPE  નો માર્કો હોવાની ખાતરી કરીને બીલની પૂરેપૂરી રકમ ચૂકવાની રહેશે. આ ખરીદની પ્રકિયા બાદ સબંધિત કચેરી દ્વારા મહતમ રૂ.૨૦૦૦ની મર્યાદામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે જેનો મહતમ લાભ લેવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

કૃષિમંત્રી ખેડૂત રાઘવજી પટેલ સહાય Ahemdabad

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ