બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Agniveer Vayu recruitment 2024 notification is here, know the last date of application

દેશ / ભારતીય વાયુસેનામાં ભરતી થવાનો ગોલ્ડન ચાન્સ: અગ્નિવીર ભરતીને લઈ નોટિફિકેશન જાહેર, જાણી લો પ્રોસેસ

Vishnu

Last Updated: 05:56 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agniveer Vayu recruitment 2024: ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ ભરતી 2024 માટેની નોટિફિકેશન જારી કરી છે. જાણી લો ઓનલાઈન રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ.

  • ભારતીય વાયુસેનામાં જોડાવા ઈચ્છતા લોકો માટે ગોલ્ડન ચાન્સ
  • અગ્નિવીરવાયુ ભરતી 2024 માટેની નોટિફિકેશન જારી
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન 27 જૂલાઈથી શરૂ

IAF Agniveer vayu recruitment 2024: ભારતીય વાયુસેનામાં જોડાઈને દેશની રક્ષાનું કામ કરવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીરવાયુ ભરતી 2024ની નોટિફિકેશન જારી કરી છે. ભરતી માટેની નોટિફિકેશન 12 જૂલાઈ 2023નાં જ ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર અપલોડ કરવામાં આવી છે.

ક્યારથી રજિસ્ટ્રેશન શરૂ થશે?
અગ્નિવીરવાયુ 2024 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 27 જૂલાઈ સવારે 10.00 વાગ્યાથી શરૂ થશે અને 17 ઓગસ્ટ 2023નાં રોજ સમાપ્ત થશે. ભારતીય વાયુસેના અગ્નિવીરવાયુનાં રૂપમાં IAFમાં શામેલ થવા માટે 13 ઓક્ટોબર 2023નાં સિલેક્શન ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર મહિલા ઉમેદવારોની સંખ્યા અને સેલેરી યોગ્યતા સેવાની આવશ્યકતાને આધારે નક્કી કરવામાં આવશે.

યોગ્યતા માપદંડ

  • આ ભરતી પ્રક્રિયામાં શામેલ થવા માટે મહિલા અને પુરુષ બંને અપરણિત હોવા જોઈએ.
  • અરજદારોની ઉંમર વધુમાં વધુ 21 વર્ષની હોવી જોઈએ.
  • ઉમેદવારોને ન્યૂનતમ 50% અને અંગ્રેજીમાં 50%ની સાથે COBSE અંડર આવતાં શિક્ષણ બોર્ડથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીની સાથે ઈંટરમીડિએટ/10+2/ સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પરીક્ષા ફી
અરજદારોએ એપ્લિકેશન ફી 250 રૂપિયા આપવા પડશે. પેમેન્ટ ગેટવેનાં માધ્યમથી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈંટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ