બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વધુ એક વિઝા એજન્ટની ધરપકડ, 50 લાખની કરી હતી છેતરપિંડી, આવા ખેલથી ચેતજો

લેભાગુ ઝડપાયો / અમદાવાદમાં વધુ એક વિઝા એજન્ટની ધરપકડ, 50 લાખની કરી હતી છેતરપિંડી, આવા ખેલથી ચેતજો

Last Updated: 08:44 PM, 7 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં રહેતા મનોજ પટેલ અને તેના મિત્ર ક્ષિતિઝ પ્રજાપતિને કેનેડા વર્ક પરમીટ પર જવાનું હતું.. જેથી વંદેમાતરમ રોડ પર આવેલા બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપરાયટર રાહુલ શાહના સંપર્કમાં આવ્યા હતા.

અમેરિકામાંથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર 33 ગુજરાતીઓને ડિપોર્ટ કર્યા બાદ પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટની તપાસ તેજ કરી છે. સોલામાં વર્ક પરમીટ વિઝાથી કેનેડા મોકલવાના નામે રૂ 50 લાખની છેતરપીંડી કરનાર એક એજન્ટ રાહુલ શાહની પોલીસે ધરપકડ કરી છે.. આ એજન્ટ યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરપીંડી કરતો હતો ... એજન્ટે બીજા કોઈને ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા છે કે નહિં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી..

આરોપીએ બે યુવકોને વર્ક પરમીટ વિઝાના નામે કેનેડા મોકલવાની લાલચ આપીને રૂ 50 લાખ પડાવ્યા હતા.. ગાંધીનગરમાં રહેતા મનોજ પટેલ અને તેના મિત્ર ક્ષિતિઝ પ્રજાપતિને કેનેડા વર્ક પરમીટ પર જવાનું હતું.. જેથી વંદેમાતરમ રોડ પર આવેલા બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપરાયટર રાહુલ શાહના સંપર્કમાં આવ્યા હતા.. રાહુલ શાહએ કેનેડા વર્ક પરમીટ વિઝા કરવાની લાલચ આપીને એક વ્યક્તિના રૂ 25 લાખ નક્કી કર્યા હતા.. આ એજન્ટે બન્ને મિત્રો પાસેથી રૂ 50 લાખ પડાવ્યા હતા.. પરંતુ કોઈ વિઝા કરી નહિ આપતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા..પરંતુ આરોપી રાહુલ શાહએ પૈસા પરત નહિ કરતા ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એજન્ટની ધરપકડ કરી છે..

પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિઝા એજન્ટ રાહુલ શાહ બે વર્ષ પહેલાં વંદેમાતરમ રોડ પર બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપરાયટર નામથી વિઝા કન્સ્ટલટીંગનું કામ શરૂ કર્યું હતું.. આરોપી અનેક લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.. આ એજન્ટની તપાસમાં વડોદરા ના વધુ એક એજન્ટનું નામ સામે આવ્યું છે.. ફરિયાદી અને તેના મિત્રએ આરોપીને રોકડ અને RTGS દ્વારા રૂ 50 લાખ ચૂકવ્યા હતા..આ રૂપિયા આરોપીએ વડોદરાના એજન્ટને આપ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે..જેથી સોલા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત થી પંજાબ કેનેડા અને પછી અમેરિકા, એજન્ટ કેવી કરે છે કબૂતરબાજી? 4200 ભારતીયો રડાર પર

PROMOTIONAL 12

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cheating Work Visa Agent
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ