બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગુજરાત થી પંજાબ કેનેડા અને પછી અમેરિકા, એજન્ટ કેવી કરે છે કબૂતરબાજી? 4200 ભારતીયો રડાર પર

નેશનલ / ગુજરાત થી પંજાબ કેનેડા અને પછી અમેરિકા, એજન્ટ કેવી કરે છે કબૂતરબાજી? 4200 ભારતીયો રડાર પર

Last Updated: 04:41 PM, 7 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એજન્ટોએ વિવિધ નાણાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને પૈસા છુપાવવાનો પ્રયાસ કર્યો. સંભવિત પ્રવાસીઓ માટે એક નવું બેંક ખાતું ખોલવામાં આવતુ, જેમાં પૂરતા ભંડોળ જમા કરાતુ.

ગુરુવારે સંસદમાં અમેરિકાથી ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ખુલાસો કર્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લગભગ 4,200 ભારતીયોની તપાસ ચાલી રહી છે. ઇડીએ ગુજરાત અને પંજાબમાં સક્રિય એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે વિવિધ માર્ગો દ્વારા ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકા મોકલી રહ્યા હતા. આ તપાસ દરમિયાન 4,000 થી વધુ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પ્રકાશમાં આવ્યા છે, જેના દ્વારા ભારતીયોને પહેલા કેનેડા અને પછી ત્યાંથી અમેરિકા લઈ જવામાં આવ્યા હતા.

illegalindian

કેનેડિયન વિઝા, અમેરિકાનું સપનું ! ED ની તપાસમાં મોટો ખુલાસો

એક ન્યુઝના અહેવાલ મુજબ ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે એજન્ટોએ ગેરકાયદેસર પ્રવાસીઓ માટે શિક્ષણના નામે જાળ ગોઠવી હતી. આ અંતર્ગત અમેરિકા જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને પહેલા કેનેડિયન કોલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ આધારે તેને કેનેડાનો વિઝા મળશે અને ત્યાં પહોંચ્યા પછી તે કોલેજનો અભ્યાસ છોડીને યુએસ બોર્ડરમાં પ્રવેશ કરશે.

ED_8

ઇડીના રિપોર્ટ મુજબ આ કોલેજોની ફી ચૂકવવા માટે EbixCash નામની નાણાકીય સેવા કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે 7 સપ્ટેમ્બર, 2021 થી 9 ઓગસ્ટ, 2024 દરમિયાન, ગુજરાતમાંથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં 8,500 વ્યવહારો કરવામાં આવ્યા હતા. આમાંથી 4,300 ડુપ્લિકેટ વ્યવહારો હોવાનું જાણવા મળ્યું, જે દર્શાવે છે કે 4,200 વ્યવહારોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે યુએસ મુસાફરી કરવા માટે કરવામાં આવ્યો હતો.

40 લાખની દલાલી, 1 કરોડનો ખેલ!

ઇડીના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્ટો દરેક વ્યક્તિને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે 40 થી 50 લાખ રૂપિયાની રકમ મેળવતા હતા. આ પછી તેઓ વિદ્યાર્થીઓના નામે કેનેડિયન કોલેજોમાં પ્રવેશ મેળવતા હતા અને ફી ચૂકવતા હતા. જ્યારે તે વ્યક્તિ કેનેડા પહોંચ્યો, ત્યારે કોલેજમાંથી તેનો પ્રવેશ એક યા બીજા બહાનાથી રદ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં 60 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની રકમ પાછી લેવામા આવતી, પરંતુ તેનાથી તેમના વિઝા પર કોઈ અસર નથી પડતી.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

તપાસમાં એ પણ જાણવા મળ્યું કે એજન્ટોએ વિવિધ નાણાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને પૈસા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સંભવિત પ્રવાસી માટે એક નવું બેંક ખાતું ખોલવામાં આવતુ, જેમાં પૂરતા ભંડોળ જમા કરવામાં આવતુ. ત્યારબાદ તેને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રૂપાંતરિત કરી ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ. જેમાંથી ફી ચૂકવવામાં આવતી હતી. પ્રવેશ રદ થતાંની સાથે જ ઓવરડ્રાફ્ટ ખાતા દ્વારા પૈસા ત્રીજા વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવતા.

આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ કે નોકરી માટે કયા વિઝા છે જરૂરી? ના જાણતા હોવ તો જાણી લેજો

ગુજરાતમાં પરિવારના મોતમાં ખુલ્યો મામલો

ઇડીએ ગુજરાત પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆરના આધારે જાન્યુઆરી 2023 માં આ તપાસ શરૂ કરી હતી. આ FIR 2022 માં કેનેડા-અમેરિકા સરહદ પર ઠંડીને કારણે ગુજરાતના ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ બાદ નોંધવામાં આવી હતી. અમેરિકામાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરવા બદલ સાત અન્ય ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ભાવેશ પટેલ નામના વ્યક્તિની સંડોવણી પ્રકાશમાં આવી છે, જેણે ગુજરાત સ્થિત શિક્ષણ અને ઇમિગ્રેશન ફર્મ KIEC ઇન્ટરનેશનલ એલએલપી દ્વારા મૃતક માટે કેનેડાના વિઝાની વ્યવસ્થા કરી હતી. આ ફર્મ અન્ય ઘણા ગેરકાયદેસર ઇમિગ્રેશન કેસોમાં પણ શંકાના દાયરામાં છે. આ સંગઠિત ગેંગનો પર્દાફાશ કરવા માટે ED હવે આ તમામ વ્યવહારો, એજન્ટો અને કંપનીઓની વિગતવાર તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CANADA india news update Enforcement Directorate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ