બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / After the release, Pakistan Ex Prime minister Imran Khan again got arrested in cipher case

વિશ્વ / ઈમરાન ખાનને હાઇકોર્ટે આપ્યા જામીન, પણ જેલમાંથી નહીં મળે મુક્તિ: પોલીસે તાત્કાલિક બીજા કેસમાં કરી લીધી ધરપકડ

Vaidehi

Last Updated: 07:10 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરાન ખાનની ધરપકડ: ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે PM પદ પર રહીને ગોપનીય દસ્તાવેજોનો રાજનીતિમાં ઉપયોગ કરીને દેશની સુરક્ષા દાવ પર મુકી છે.

 

  • ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો
  • જામીન મળ્યાનાં થોડા જ કલાકોમાં ફરી થઈ ધરપકડ
  • PM પદ પર રહીને ગોપનીય દસ્તાવેજોનો ઉપયોગ કર્યાનો આરોપ

ઈમરાન ખાન તોશખાના કેસ: પાકિસ્તાનનાં તહરીક-એ- ઈંસાફનાં અધ્યક્ષ અને પૂર્વ PM ઈમરાન ખાનને તોશખાના મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. કોર્ટે તેમની સજા સ્થગિત કરી અને જામીનનાં આદેશ આપ્યાં હતાં. પરંતુ જામીનનાં આદેશ મળ્યાનાં કેટલાક કલાકોમાં જ તેમની ફરી ધરપકડ કરવામાં આવી. આ વખતે તેમને Cipher Caseમાં પકડવામાં આવ્યાં છે. તેમના પર આરોપ છે કે તેમણે PM પદ પર રહીને ગોપનીય દસ્તાવેજોનો રાજનીતિમાં ઉપયોગ કરીને દેશની સુરક્ષાને દાવ પર મુકી છે. 

Cipher કેસ
જેલથી જામીન મળ્યાંની સાથે જ ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટ અંતર્ગત ઈમરાન ખાનની સાઈફર કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે.ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે PM પદ પર રહીને સાઈફરનો રાજનૈતિક ઉદેશ્યો માટે ઉપયોગ કર્યો હતો. Cipher એવાં ગુપ્ત દસ્તાવેજો હોય છે જેની મદદથી 2 મિત્ર દેશો જાસૂસો તરફથી મળેલી જાણકારીઓ લખે છે. આ જાણકારીઓ ક્યારેય પણ સાર્વજનિક નથી કરવામાં આવતી.

જામીનનાં નિર્ણય બાદ શાહબાઝ શરીફ ભળક્યાં હતાં
કોર્ટનાં જામીનનાં નિર્ણય બાદ પાકિસ્તાનનાં પૂર્વ PM અને પાકિસ્તાન મુસ્લિમ લીગનાં અધ્યક્ષ શહબાઝ શરીફે પોતાની પ્રતિક્રિયા આપી હતી.શહબાઝ શરીફે ટ્વીટની એક પોસ્ટમાં કહ્યું કે લાડલાની સજા સ્થગિત થઈ છે, પૂરી નથી થઈ ગઈ. ચુકાદો આવવાથી પહેલા બધાને ખબર હોય છે કે ચુકાદો શું હશે તેથી જ હાઈકોર્ટનાં આ નિર્ણય પર કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ. 

ઈતિહાસનાં કાળા અધ્યાયમાં લખાશે આ દિવસ
તેમણે કહ્યું કે નવાઝ શરીફની સજા સુનિશ્ચિત કરાવવા માટે એક મોનિટરિંગ જજની નિયુક્તિ કરવામાં આવી પરંતુ લાડલાને બચાવવા માટે ચીફ જસ્ટિસ પોતે જ મોનેટરિંગ જજ બની ગયાં. ન્યાય વ્યવસ્થાની આ ભૂમિકા ઈતિહાસનાં કાળા અધ્યાયમાં લખવામાં આવશે. એક તરફી અને ન્યાયને કમજોર કરતી ન્યાયપ્રણાલી સ્વીકાર્ય નથી.

 

આ પહેલા પણ કોર્ટે ધરપકડ ગેરકાનૂની જણાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં તેમની ધરપકડને ગેરકાનૂની જણાવી હતી. આ બાદ જ્યારે ઈમરાન ખાન હાઈકોર્ટમાં હાજર થયાં ત્યારે ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતર મિનલ્લાહની ત્રણ સદસ્યની પીઠે પણ ઈમરાન ખાન પર કરવામાં આવેલી કાર્યવાહીને અમાન્ય કરાર કરી હતી. આ સાથે જ ચીફ જસ્ટિસ બંદિયાલે ઈમરાનને કહ્યું હતું કે તમને જોઈને સારું લાગ્યું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ