બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / After the launch of iPhone 15, Apple reduced the price of iPhone 14 and iPhone 13, see how much the phone will cost

ભાવ ઘટ્યા / iPhone 15 લૉન્ચ થયા બાદ એપલ કંપનીએ ઘટાડી iPhone 14 અને iPhone 13ની કિંમત, જુઓ કેટલામાં મળશે ફોન

Pravin Joshi

Last Updated: 04:43 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple iPhone 15 સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરીઝ લોન્ચ થતાની સાથે જ એપલે ઘણા જૂના ફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે અને કેટલાકને બંધ પણ કરી દીધા છે.

  • Apple એ iPhone 15 માર્કેટમાં કર્યો લોન્ચ
  • Apple એ iPhone 14, iPhone 13 ની કિંમત ઘટાડી
  • iPhone 14 રૂ. 69,900માં ખરીદી કરી શકાશે

Apple iPhone 15 સિરીઝ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરીઝ લોન્ચ થતાની સાથે જ એપલે ઘણા જૂના ફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે અને કેટલાકને બંધ પણ કરી દીધા છે. કંપનીએ iPhone 14, iPhone 14 Plus અને iPhone 13ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કિંમતોમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

Apple iPhone 15: આતુરતાનો અંત.! નવા ફીચર અને દમદાર લૂક સાથે એપલ Watch 9  સીરિઝ અને આઈફોન 15 થયો લોન્ચ / Apple iPhone 15: End of anticipation! Apple  Watch 9 series and

iPhone 14 સસ્તો થશે

iPhone 14 સિરીઝનું 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂ. 69,900માં ઉપલબ્ધ થશે, જે અગાઉ રૂ. 79,900માં ઉપલબ્ધ હતું. જ્યારે તેનું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 79,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે. iPhone 14ના ટોપ વેરિઅન્ટની કિંમત 1,09,900 રૂપિયાથી ઘટીને 99,900 રૂપિયા થઈ ગઈ છે. આ કિંમત 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. એટલે કે કંપનીએ તમામ વેરિએન્ટ 10 હજાર રૂપિયા સસ્તા કર્યા છે.

ઉચાઇ માપવા Measure Tape નથી, iPhoneનું આ ફીચર થશે ખુબ ઉપયોગી | measure  height by using camera of iphone know the process

iPhone 14 Plus પણ સસ્તો 

iPhone 14 Plus વિશે વાત કરીએ તો 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 89,900 રૂપિયાથી ઘટીને 79,900 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેનું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે 89,900 રૂપિયામાં અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 109,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ પણ 10 હજાર રૂપિયા સસ્તું થઈ ગયું છે.

Tag | VTV Gujarati

iPhone 13ની કિંમતમાં ઘટાડો

તમે સસ્તામાં iPhone 13 પણ ખરીદી શકો છો. તેનું 128GB સ્ટોરેજ વેરિઅન્ટ હવે 59,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે 69,900 રૂપિયા હતું. જ્યારે તેનું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 69,900 રૂપિયામાં અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 89,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેમની કિંમતમાં પણ 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

એપલનું iOS16 થશે લોન્ચ, જાણો ક્યાં iPhone મોડેલને મળશે સોફ્ટવેર અપડેટ્સ,  ચેક કરો લીસ્ટ | apple new ios 16 launch these iphone will get new ios  updates and features

તમને વધુ સસ્તા ફોન મળશે

તમને જણાવી દઈએ કે એપલના ઓફિશિયલ સ્ટોર પર આ કિંમતોમાં ઘટાડો થયો છે. તમે આ ફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઓછી કિંમતે મેળવી શકો છો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ