બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the auspicious start of the Vibrant Summit, PM Modi will go to Gift City

Vibrant Gujarat 2024 / વાઇબ્રન્ટ સમિટના શુભારંભ બાદ ગિફ્ટ સિટી જશે PM મોદી: દુનિયાના દિગ્ગજ ફિનટેક લીડર્સ સથે કરશે મીટિંગ

Priyakant

Last Updated: 01:00 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: PM નરેન્દ્ર મોદી ગિફ્ટી સિટી ક્લબમાં 25 થી 27 પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે

  • વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી GIFT સિટી જશે 
  • GIFT સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે PM
  • ગિફ્ટી સિટી ક્લબમાં 25 થી 27 પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે PM

Vibrant Gujarat 2024 : હાલ ગુજરાત સહિત દેશ આખામાં વાઇબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ તરફ હવે સામે આવ્યું છે કે, ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી GIFT સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટી સિટી ક્લબમાં 25 થી 27 પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે. આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય? સરકાર આના પર કામ કરશે. નોંધનિય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માંથી દારૂના વપરાશને મંજૂરી આપી છે.

PM મોદી ફિનટેકના નેતાઓ સાથે વાત કરશે
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તપન રેએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી દેશમાં અદ્યતન નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટેનું એકમાત્ર કેન્દ્ર છે. ગિફ્ટ સિટી અને વિશ્વના અન્ય ફિનટેક શહેરો વચ્ચે શું અંતર છે તે શોધીને તેને આગળ વધારવામાં આવશે. તપન રેએ જણાવ્યું કે, PM મોદી લગભગ 1 કલાક સુધી ફિનટેક નેતાઓ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે, આ બેઠક વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મહત્વના કાર્યક્રમોમાંનો એક છે.

વાંચો વધુ: આગામી 9 થી 13 જાન્યુઆરી સુધી ગુજરાતના આ રસ્તાઓ જાહેર જનતા માટે બંધ, ભારે વાહનોને પણ No Entry

મહત્વનું છે કે, આ કાર્યક્રમ સાંજે 5:15 થી 6:15 અને 6:30 સુધી ચાલશે. અધિકારીએ કહ્યું કે, માત્ર વડાપ્રધાનની હાજરીમાં જ ફિનટેક જાયન્ટ GIFT સિટીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સૂચનો આપશે. અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી ગિફ્ટ સિટીને વધારવામાં અને પ્રતિભા લાવવામાં મદદ મળશે અને રહેવા માટે તે વધુ સારું શહેર બનશે.

હાલ કેમ ચર્ચામાં છે ગિફ્ટ સિટી ? 
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છેલ્લા પખવાડિયાથી સતત સમાચારોમાં છે. સરકારે અહીં પરમિટ સાથે દારૂ પીવાની છૂટ આપી છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સરકારે 63 વર્ષ જુનો દારૂબંધીને લઈ મોટો નિર્ણય કર્યો છે. આ તરફ હવે રોકાણકારો ગિફ્ટ સિટી માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ગુજરાત સરકારને આશા છે કે, 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગિફ્ટ સિટીને ઘણો ફાયદો થશે. 

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ઘણી કંપનીઓ ગિફ્ટ સિટી તરફ આકર્ષાશે. 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટીની કલ્પના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આનો સમાવેશ થાય છે. દારૂબંધી હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લે તેવો આ પ્રથમ પ્રસંગ હશે. અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયાના અગાઉના વડાપ્રધાન સાથે ગિફ્ટ સિટીની મુલાકાતે ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ