બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / After Team India, this player has been cut from IPL too! about to finish Prithvi Shaw career

IPL 2023 / ટીમ ઈન્ડિયા પછી હવે IPLમાંથી પણ આ ખેલાડીનું પત્તુ કપાયું! કરિયર પર મંડરાઈ રહ્યો છે ખતરો

Megha

Last Updated: 04:27 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 અત્યાર સુધી ઘણા ખેલાડીઓની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું, તેની સામે કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમની કારકિર્દી આ IPL સિઝન પછી ડૂબવાની કગાર પર પહોંચી ગઈ છે.

  • IPL ઘણા ખેલાડીઓની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું 
  • આ ખેલાડીનું કરિયર IPL સિઝન પછી ડૂબવાની કગાર પર પહોંચી ગયું 
  • એ ખેલાડી છે કે દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉ

IPL 2023 અત્યાર સુધીના ઘણા ખેલાડીઓની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે. કેટલાક ખેલાડીઓની ડૂબતી કારકિર્દીને આ લીગમાંથી ટેકો મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ એવા પણ સામે આવ્યા છે જેમની કારકિર્દી આ IPL સિઝન પછી ડૂબવાની કગાર પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ બંને ટીમ ઈન્ડિયાના એવા ખેલાડી છે જેમની સરખામણી મોટા દિગ્ગજો સાથે કરવામાં આવી રહી હતી. 

જેમ કે દીપક હુડ્ડા વિશે પહેલાથી જ ઘણી ચર્ચાઓ હતી, જ્યારે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ સામેલ થઈ શકે છે. ખાસ વાત એ છે કે જ્યારે તે ખેલાડીનું કરિયર શરૂ થયું ત્યારે તેની સરખામણી વીરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે કરવામાં આવી હતી પણ એ ખેલાડી ખાસ કમાલ બતાવી શક્યો નહતો. 

એ ખેલાડી છે કે દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉ. જે પહેલાથી જ ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો અને હવે IPL ફ્રેન્ચાઈઝીનો વિશ્વાસ પણ તેના પરથી ઉઠવા લાગ્યો છે. વાત એમ છે કે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે હવે તેના સ્થાને કેપ્ટન ડેવિડ વોર્નરને સાથે ઈનિંગની શરૂઆત કરી છે. 

એટલે કે 8 કરોડના ખર્ચે જાળવી રાખવામાં આવેલ પૃથ્વી શૉ 6 મેચમાં માત્ર 47 રન જ બનાવી શક્યો હતો અને તેના શરમજનક પ્રદર્શન બાદ કોચ રિકી પોન્ટિંગ પણ તેને લાંબા સમય સુધી સાથ આપી શક્યા નહીં. એટલે  દિલ્હી કેપિટલ્સે ફિલ સોલ્ટને પાછો બોલાવ્યો, જેને ટીમમાં 2 કરોડ રૂપિયામાં ઉમેરવામાં આવ્યો હતો. સોલ્ટે પાંચ ઇનિંગ્સમાં શરૂઆત કરી અને 30 થી વધુની એવરેજ અને 177 થી વધુની સ્ટ્રાઇક રેટથી 151 રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. . 

પૃથ્વી શૉએ સૌથી જૂના અને સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સફર શરૂ કરી હતી. જ્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી સાથે ડેબ્યૂ કર્યું ત્યારે દુનિયાને લાગવા લાગ્યું કે ટીમ ઈન્ડિયાને સેહવાગ જેવો ઓપનર મળી ગયો છે પણ ધીરે ધીરે તેની કારકિર્દીનો ગ્રાફ નીચે જતો રહ્યો. ત્યારબાદ તેને  તકો મળી પરંતુ તે તેનો પણ ફાયદો ઉઠાવી શક્યો નહીં. શોએ ડિસેમ્બર 2020માં ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ સાથે જ જુલાઈ 2021 થી તેને ODI અને T20 રમવાની તક મળી નથી. 

તાજેતરમાં તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું ન હતું. હવે આઈપીએલ 2023માં તેના પ્રદર્શનને જોતા એવું લાગી રહ્યું છે કે તેને હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે IPL 2022 પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પૃથ્વી શોને 7.50 કરોડ રૂપિયા ખર્ચીને ખરીદ્યો હતો. તે સિઝનમાં તેણે 10 મેચમાં 28.3ની એવરેજ અને 152.97ના સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા હતા. તેનું પ્રદર્શન યોગ્ય હતું. આ વખતે ફ્રેન્ચાઈઝીએ તેમનો પગાર 7.50 કરોડથી 8 કરોડ સુધી જાળવી રાખ્યો છે.  આવી સ્થિતિમાં એ કહેવું ખોટું નહીં હોય કે દિલ્હીની ટીમ શૉને IPLની આગામી સિઝન પહેલા રિલીઝ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ