બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / After suspending the collector of Anand, many explanations are coming out

મહામંથન / આણંદના કલેક્ટરની કામલીલા ભાગબટાઈમાં વાંધાથી જ બહાર આવી? અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ, સુઘડ વહીવટ કેમ નહીં

Vishal Khamar

Last Updated: 10:20 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્પેન્ડેડ આણંદ કલેક્ટરનાં કથિત વીડિયો કાંડમાં અનેક નવા ખુલાસા થયા છે. સમગ્ર મામલો ઉપરની મળતી મલાઈનો છે તો સરકાર દ્વારા માત્ર તપાસ સમિતિની રચના કરી છે.

આણંદના કલેક્ટરના સસ્પેન્શનનો મુદ્દો છેલ્લા થોડા સમયથી ચર્ચામાં છે. કલેક્ટર એક મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં પકડાય તેનો વીડિયો વાયરલ થયા બાદની કાર્યવાહી તો લગભગ સર્વવિદિત છે. પરંતુ ઘટના પાછળ રહેલા મૂળિયાને તપાસવા જરૂરી છે. જે કલેક્ટરને સસ્પેન્ડ કરાયા તે ડી.એસ.ગઢવી વિવાદો સાથે લાંબા સમયથી જોડાયેલા છે.. આણંદમાં કલેક્ટર તરીકે નિમાયા પહેલા તે સુરતમાં DDO હતા અને ત્યાં પણ અનેક ગોટાળા તેમના નામે બોલે છે. આ બાબતની વિકાસ કમિશનર સુધી ફરિયાદ પણ થઈ પરંતુ કાર્યવાહીના નામે શું થયું તે મોટો સવાલ છે. 

  • આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા
  • વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ

જે મહિલા સાથેનો કલેક્ટરનો વીડિયો વાયરલ થયો છે તે મહિલા સાથે પણ ડી.એસ.ગઢવીને અગાઉથી પરિચય હતો જ, સિક્કાની મહત્વની બાજુ એ છે કે આણંદમાં નિમાયા બાદ ડી.એસ.ગઢવીને અધિક નિવાસી કલેક્ટર કે જે મહિલા છે તેમની સાથે પણ વાંધો ચાલતો હતો. આ વાંધો કાર્યવિસ્તાર અને કેટલાક જાણકારોનું માનીએ તો ભાગબટાઈનો હતો. હવે આ વિવાદ પછી અગાઉનો વાયરલ વીડિયો બહાર આવવો એ સવાલ પૂછવા ચોક્કસ મજબૂર કરે છે કે કલેક્ટરની કામલીલા ભાગબટાઈને કારણે જ બહાર આવી કે કેમ.. IAS કક્ષાના અધિકારીનું વર્તન જાહેર જીવનમાં ગંભીર ન હોય તે પોતે જ કેટલો ગંભીર વિષય છે?

  • સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી
  • વીડિયો જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ કરવામાં આવ્યાની ચર્ચા

આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ કરાયા છે.  સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે.  વીડિયો જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ કરવામાં આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

  • વીડિયો વાયરલ થયા બાદ ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરાયા
  • વીડિયોમાં જે મહિલા દેખાય છે તેની સાથે અગાઉથી સંબંધ હોવાની ચર્ચા
  • વીડિયોમાં જે મહિલા છે સુરતથી મળવા આવી હોવાની પણ ચર્ચા
  • આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો

કામલીલાના મૂળ ક્યાં સુધી?
વીડિયો વાયરલ થયા બાદ ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરાયા છે.  વીડિયોમાં જે મહિલા દેખાય છે તેની સાથે અગાઉથી સંબંધ હોવાની ચર્ચા છે.  વીડિયોમાં જે મહિલા છે સુરતથી મળવા આવી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.  આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો છે. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો.  બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા છે.  બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો.

  • બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો
  • વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા
  • બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચા
  • સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો
  • અગાઉ ડી.એસ.ગઢવી સુરતમાં DDO તરીકે ફરજ બજાવતા હતા
  • DDOના કાર્યકાળ દરમિયાન સોલાર લાઈટમાં ગોલમાલ કરી હતી
  • માંગરોળના જીનોર ગામમાં ટેન્ડર વગર સોલાર લાઈટનું કામ કર્યું
  • નિયત ક્વોલિટી કરતા હલકી ગુણવત્તાની સોલાર લાઈટ નાંખવામાં આવી

ડી.એસ.ગઢવી અને વિવાદનો સિલસિલો
અગાઉ ડી.એસ.ગઢવી સુરતમાં DDO તરીકે ફરજ બજાવતા હતા.  DDOના કાર્યકાળ દરમિયાન સોલાર લાઈટમાં ગોલમાલ કરી હતી. માંગરોળના જીનોર ગામમાં ટેન્ડર વગર સોલાર લાઈટનું કામ કર્યું હતું.  નિયત ક્વોલિટી કરતા હલકી ગુણવત્તાની સોલાર લાઈટ નાંખવામાં આવી છે. તેમજ બાંકડાની ખરીદીમાં પણ ગોલમાલ થઈ હતી.  કાગળ ઉપર બાંકડાની ખરીદી થઈ પણ બાંકડા પહોંચ્યા જ નહીં.  37 તલાટીની બદલી કરી હતી જેની સામે સવાલ ઉભા થયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ