બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / after successful surgery amitabh bachchans insta post is getting viral

બોલિવૂડ / આંખની સર્જરી બાદ બીગ બીએ લખી ઇમોશનલ પોસ્ટ, વાંચીને ભાવૂક થઇ જશો

Published By: Nikul

Last Updated: 07:01 PM, 4 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનાં ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા અમિતાભે હાલમાં જ તેમની આંખોની સર્જરી કરાવી જે સફળ રહી છે. હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

  • સફળ સર્જરી બાદ અમિતાભ ઘરે પહોંચ્યા
  • ફેન્સને સ્વાસ્થ્ય અંગે જાણકારી આપવા કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ
  • પોસ્ટ પર 3 લાખથી વધારે લાઇક્સ મળ્યા

એક પોસ્ટ આવી ખૂબ ચર્ચામાં

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર એક્ટર છે અને સર્જરી બાદ તેમણે એક પોસ્ટ લખી છે જે ખૂબ ચર્ચામાં આવી છે. તેમણે તેમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે જે તેમનાં ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

ફેન્સ માટે લખી એક કવિતા

અમિતાભ બચ્ચનને આંખોમાં મોતિયાની તકલીફને લીધે સર્જરી કરાવવી પડી છે. હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને તેઓ ઘરે પણ પહોંચી ગયા છે. તે દરમિયાન તેમણે એક પોસ્ટ દ્વારા તેમનાં ફેન્સને પોતાનાં સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે. હોસ્પિટલથી રજા મળ્યા બાદ અમિતાભ બચ્ચને તેમનાં ફેન્સ માટે એક ખાસ કવિતા લખી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. એક્ટરે કવિતાની સાથે પોતાની એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર તેમનાં ફેન્સની સાથે ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ તેમની આ કવિતાનાં વખાણ કર્યા છે અને તેમની આ પોસ્ટ પર 3 લાખથી વધારે લાઇક્સ મળ્યા છે જ્યારે ફેન્સ સતત તે પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યાં છે. 

ફેન્સની માફી માંગી

સર્જરી સફળ થયા બાદ ઘરે પરત ફરેલા અમિતાભ બચ્ચને તેમને ફેન્સની માંફી પણ માંગી હતી. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે, આ ઉંમરમાં આંખની સર્જરી કરાવવી થોડી નાજુક છે, રિકવરી પણ ધીમે ધીમે થશે. 78 વર્ષનાં અમિતાભ બચ્ચને સોમવારે તેમનાં બ્લોગ પર લખ્યુ કે આંખને સ્વસ્થ થવાની ગતિ ધીમી છે. તો તેવામાં ટાઈપ કરવામાં કોઈ ભુલ થાય તો તેનાં માટે માફ કરી દેજો.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Bollywood Instagram news અમિતાભ બચ્ચન ઈન્સ્ટાગ્રામ બોલિવૂડ બોલિવૂડ ન્યૂઝ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ