બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / After Shaitaan, Ajay Devgan's films will create havoc at the box office, see the list

મનોરંજન / શૈતાન બાદ હવે અજય દેવગણની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ, જુઓ લિસ્ટ

Megha

Last Updated: 09:27 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગનની ફિલ્મ 'શૈતાન' હિટ સાબિત થઈ હતી અને આવનારા સમયમાં અભિનેતા બીજી ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. ચાલો અજયની આવનારી ફિલ્મનોની લિસ્ટ વિશે જાણીએ..

બોલિવૂડના સિંઘમ એટલે કે અજય દેવગને લગભગ 30 વર્ષથી પોતાની એક્ટિંગ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર દબદબો જમાવી રાખ્યો છે.  અભિનેતા માત્ર તેના એક્શન અવતાર માટે જ ચર્ચામાં નથી પરંતુ તેની કોમેડી પણ દર્શકોને ખૂબ આકર્ષે છે. બોલિવૂડનો 'સિંઘમ' અજય દેવગન આજે 2જી એપ્રિલે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

જાણીતું જ છે કે અજય દેવગન ઇન્ડસ્ટ્રીના અનુભવી કલાકારોમાંથી એક છે અને પોતાના કરિયરમાં અત્યાર સુધી અજયે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની એક્ટિંગથી લોકોમાં એક અલગ ઓળખ બનાવી છે. અભિનેતાએ 1991માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. હાલમાં જ અજય દેવગનની ફિલ્મ 'શૈતાન' રીલિઝ થઈ હતી, જે હિટ સાબિત થઈ હતી. અજય આવનારા સમયમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તો આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર, ચાલો એક નજર કરીએ અભિનેતાની આવનારી ફિલ્મોની યાદી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

મેદાન 
આ દિવસોમાં અજય દેવગન તેની સ્પોર્ટ્સ બાયોગ્રાફી ફિલ્મ 'મેદાન'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે.  

'ઓરોં મેં કહાં દમ થા'
અજય દેવગનની આગામી ફિલ્મોમાં 'ઓરોં મેં કહાં દમ થા'ની પણ ખૂબ ચર્ચા છે. આ ફિલ્મ 26મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે, જેમાં અજય તબ્બુ સાથે જોવા મળશે.

'સિંઘમ અગેઇન'
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેન' પણ અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ હશે જે 15 ઓગસ્ટે રિલીઝ થશે.

'રેઇડ 2'
અજય દેવગનની આગામી ફિલ્મોની યાદીમાં 'રેડ 2'નું નામ પણ સામેલ છે.આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

'ગોલમાલ 5'
અજય દેવગન પાસે રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ 'ગોલમાલ 5' પણ છે. અજયની આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે.

'દે દે પ્યાર દે 2'
અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે 2' વિશે વાત કરીએ જે આવતા વર્ષે 1 મે, 2025ના રોજ રિલીઝ થઈ રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgan Ajay Devgan Upcoming Movies Happy Birthday Ajay Devgan Shaitaan Film Upcoming Movies ajay devgan movie અજય દેવગણ અજય દેવગન Ajay Devgan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ