બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / After receiving the ultimatum from India, Canada started to move their ambassadors to Malesia and Singapore
Vaidehi
Last Updated: 05:51 PM, 6 October 2023
ADVERTISEMENT
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડાનાં સંબંધો સતત બગડી રહ્યાં છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે કેનેડાને આપેલ અલ્ટિમેટમ બાદ કેનેડાએ ભારત સ્થિત પોતાના રાજદૂતોની સંખ્યા ઘટાડવાનું કામ શરૂ કર્યું છે.
10 ઑક્ટોબર સુધીનો આપ્યો હતો સમય
રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ ટ્રૂડો સરકારે નવી દિલ્હીમાં પોતાના હાઈ કમિશનથી કર્મચારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થળાંતરિત કરી દીધાં છે.
ADVERTISEMENT
આ દેશોમાં સ્થળાંતરિત કર્યાં
એક મીડિયા રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે. કેનેડિયન મીડિયા સીટીવીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાએ પોતાના મોટાભાગનાં રાજદૂતોને ભારતથી નિકાળીને મલેશિયા અથવા તો સિંગાપોર સ્થળાંતરિત કરી દીધાં છે. પરંતુ નવી દિલ્હીથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બંને દેશોની વચ્ચેનાં સંબંધો બગડ્યાં
કેનેડા મીડિયા રિપોર્ટ અનુસાર કેનેડાએ આ કામ ત્યારે શરૂ કર્યું જ્યારે ભારતે આ અઠવાડિયાની શરૂઆતમાં કેનેડાને પોતાનાનાં દૂતાવાસમાં કામ કરી રહેલાં રાજદૂતોની સંખ્યા ઓછી કરવા માટે કહ્યું હતું. ખાલિસ્તાની અલગાવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનાં કેનેડાનાં પ્રધાનમંત્રી ટ્રૂડોનાં આરોપો બાદ બંને દેશોની વચ્ચેનાં સંબંધો બગડ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વ્હાઈટ કે બ્લેક હાઉસ / US પ્રેસિડન્ટ માટે બનેલું વ્હાઈટ હાઉસ વહેમવાળું, અંદર ફરી રહ્યાં છે ભૂત, મોટી હસ્તીઓએ જોયાં
સેક્સ સ્કેન્ડલથી હડકંપ / રાષ્ટ્રપતિની બહેનથી માંડીને મંત્રીની વાઈફ, અય્યાશ ઓફિસરે કોઈને ન છોડ્યાં, 400 વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.