બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Rajkot now in Pardi of Valsad St. 12th chemistry paper leak

ગુજરાતમાં ફૂટ્યું વધુ એક પેપર! / રાજકોટ બાદ હવે વલસાડના પારડીમાં ફૂટ્યું ધો. 12ના કેમેસ્ટ્રીનું પેપર, ફરિયાદ થતા તંત્ર થયું દોડતું

Malay

Last Updated: 12:11 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થયાની સાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો ફરીવાર વલસાડમાંથી પેપર લીક થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડના પારડીની DCO સ્કૂલમાં સત્રાંત (ત્રિમાસિક) પરીક્ષાનું પેપર ફૂટ્યું છે.

  • વલસાડના પારડીની DCO સ્કૂલમાં સત્રાંત પરીક્ષાનું પેપર ફૂટ્યું
  • ધોરણ 12ના કેમેસ્ટ્રી વિષયનું OMR પેપર ફૂટ્યું
  • વિદ્યાર્થિની પાસેથી કાપલી મળતા પેપર ફૂટ્યાનું આવ્યું સામે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. ચૂંટણી પહેલા પેપર લીકનો મુદ્દો ફરી ગરમાયો છે. ત્યારે વધુ એક પેપર ફૂટ્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે.  વલસાડ જિલ્લામાં શુક્રવારે ત્રિમાસિક ( સત્રાંત ) પરીક્ષાનું ધોરણ 12નું કેમેસ્ટ્રીનું પેપર લીક થયું છે. ચાલુ પેપરમાં વિદ્યાર્થિની પાસેથી જવાબ સાથેની કાપલી મળી આવતા પેપર લીકનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં વાયુવેગે ફેલાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.

વિદ્યાર્થિની પાસેથી OMR પેપરના સોલ્યુશન સાથેની મળી કાપલી
નવરાત્રી પૂર્ણ થયા બાદ હાલ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે વલસાડના પારડીની ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત DCO સાર્વજનિક સ્કૂલમાં ગતરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન એક વિદ્યાર્થિની પાસેથી OMR પેપરના સોલ્યુશન સાથેની કાપલી મળી આવી હતી. 

પ્રિન્સિપાલે જાણ કરતા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
આ મામલે સુપરવાઇઝરે સ્કૂલના પ્રિન્સિપાલને જાણ કરી હતી. જે બાદ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી કરતા એજયુકેશન નિરીક્ષક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.  તેમના દ્વારા પ્રશ્નપત્ર અને આ કાપલીમાં રહેલા જવાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. મળેલી કાપલી અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે માહિતી બહાર આવશે. શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે, કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી બહાર આવે તે દિશામાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે.

જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા તૈયાર કરાય છે પેપરો
આપને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લા આચાર્ય સંઘ અને વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા ત્રિમાસિક પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવ્યાં છે. શાળાની એક વિદ્યાર્થીની પાસે  OMR પેપરના સોલ્યુશનની કાપલી મળી આવતા હડકંપ મચી ગયો છે. 

પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. જોકે, પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા સેવવામાં આવી રહી છે.  આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ