બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / After PM Modi now Amit Shah will also visit Gujarat

મુલાકાત / PM મોદી બાદ હવે અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે, ગાંધીનગર અને વડસરના કાર્યક્રમમાં આપશે હાજરી

Kishor

Last Updated: 04:38 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી કલોલના પાનસર ગામે જવા રવાના થશે.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
  • નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપશે હાજરી
  • રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ  NFSUનો પ્રથમ પદવીદાન સમારોહ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને પગલે રાષ્ટ્રીય નેતાઑના ગુજરાત પ્રવાસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. હવે અમિત શાહનો પણ ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. જે ગાંધીનગર અને વડસરના કાર્યક્રમમાં હાજરી આપશે. આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.જ્યાં મુખ્ય અતિથિ અમિત શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.


નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આપશે હાજરી
મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને જગ્યા ફાળવવામા આવી છે જે જગ્યાનું ભૂમિપૂજન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. વધુમાં NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે.

પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની કરશે સમીક્ષા
વધુ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના 2019 થી 2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી, 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરાશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદવીદાન સમારોહ બાદ બપોરે કલોલના પાનસર ગામે જવા રવાના થશે.જ્યાં પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ