બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પેટ કમિન્સ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટનની ટીમ ઈન્ડિયાને ચેતવણી, અફઘાનિસ્તાન સામે હાર બાદ આપી પ્રતિક્રિયા
Last Updated: 06:58 PM, 23 June 2024
Mitchell Marsh Warning To Indian team: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે અફઘાનિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે જીત માટે ભારતથી શ્રેષ્ઠ કોઈ નથી. અફઘાનિસ્તાન સામેની હાર કદાચ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે. T20 વર્લ્ડ કપ 2024ની 48મી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું હતું. આ હાર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ ઘણો નિરાશ દેખાયો. માર્શે અફઘાનિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. તો ચાલો જાણીએ અફઘાન ટીમ સામેની હાર બાદ મિશેલ માર્શે શું કહ્યું છે.
ADVERTISEMENT
હવે ઓસ્ટ્રેલિયા સુપર-8માં ભારત સામે છેલ્લી મેચ રમશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાએ કોઈપણ ભોગે ભારત સામેની મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયા ભારત સામેની મેચ હારી જાય છે તો તેનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું નિશ્ચિત બની જશે. આ વાતને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 જૂન સોમવારના મેચ રમાશે.
ADVERTISEMENT
મિશેલ માર્શની ભારતને ચેતવણી
ઓસ્ટ્રેલિયન કેપ્ટને અફઘાનિસ્તાન સામેની હાર બાદ કહ્યું, "તેમને કદાચ 20 ઘણા મળ્યા. આ ટૂર્નામેન્ટમાં ઘણી ટીમોએ પ્રથમ બોલિંગ કરી છે. ટોસ સમયે જીત કે હાર વિશે વિચારશો નહીં. અમે મેદાન પર એક નાઇટ ઓફ કરી હતી. આ સૌથી સરળ વિકેટ ન હતી પરંતુ બંને ટીમોએ રમત બતાવી. જેમ મે કહ્યુ અમે આજે હારી ગયા છીએ. અમે ફક્ત જીતવા માગતા હતા અને તે કરવા માટે ભારતથી સારી કોઈ ટીમ નથી.
વધુ વાંચોઃ અફઘાનિસ્તાનની જીતથી સેમીફાઈનલના સમીકરણો બદલાયા, જાણો ટીમ ઇન્ડિયાને શું અસર થશે
ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચની આ સ્થિતિ
સેંટ વિંસેટના અર્નોસ વેલે ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝે 49 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને અફઘાનિસ્તાનના બોલરોએ 127 રનમાં ઓલઆઉટ કરી હતી. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT