બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અફઘાનિસ્તાનની જીતથી સેમીફાઈનલના સમીકરણો બદલાયા, જાણો ટીમ ઇન્ડિયાને શું અસર થશે
Last Updated: 02:11 PM, 23 June 2024
અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024માં ઐતિહાસિક પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને 21 રનોથી હરાવી દીધું. 23 જૂન રવિવારે કિંગ્સટાઉનનાં એર્નોસ વેલ ગ્રાઉન્ડ પર રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 149 રન બનાવવાના હતા, પરંતુ તેની આખી ટીમ 19.5 ઓવરમાં 127 રન પર જ સમેટાઈ ગઈ.
ADVERTISEMENT
રસપ્રદ બન્યું ગ્રુપ-1નું સમીકરણ
ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીતને કારણે સુપર 8માં ગ્રુપ-1નું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ ગ્રુપની ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. જો કે આ ગ્રુપમાંથી માત્ર બે ટીમોને જ સેમીફાઈનલમાં જવાની તક મળશે. જો ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હોત તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને સેમિફાઇનલમાં પહોંચી ગયા હોત. પરંતુ આ થઈ શક્યું નહીં. અફઘાનિસ્તાનની જીતને કારણે બાંગ્લાદેશને પણ સંજીવની મળી છે.
ADVERTISEMENT
𝘼 𝙘𝙡𝙞𝙣𝙞𝙘𝙖𝙡 𝙨𝙝𝙤𝙬 𝙞𝙣 𝘼𝙣𝙩𝙞𝙜𝙪𝙖 𝙛𝙧𝙤𝙢 #𝙏𝙚𝙖𝙢𝙄𝙣𝙙𝙞𝙖! 👏 👏
— BCCI (@BCCI) June 22, 2024
A 5⃣0⃣-run win over Bangladesh for @ImRo45 & Co as they seal their 2️⃣nd win on the bounce in Super Eight. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/QZIdeg3h22 #T20WorldCup | #INDvBAN pic.twitter.com/GJ4eZzDUaA
ભારત - ટીમ ઇન્ડિયા માટે સમીકરણ એકદમ સરળ છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા સામેની હારની તેના પર કોઈ અસર નહીં પડે, જો તે મોટા માર્જિનથી ન હોય. ભારતનો નેટ રન રેટ હાલમાં +2.425 છે. જો તે ઓસ્ટ્રેલિયા સામે મોટી હાર મેળવે છે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે છે, તો જ તેની બહાર થવાની સંભાવના રહેશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન નેટ રન રેટના આધારે ભારતને પાછળ છોડી શકે છે.
ઓસ્ટ્રેલિયા - અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે તેણે 24મી જૂને સેન્ટ લુસિયામાં રમાનાર મેચમાં ભારતને હરાવવું પડશે. તેને બાંગ્લાદેશની મદદની પણ જરૂર પડશે અને આશા રાખવી પડશે કે બાંગ્લાદેશ તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે. ઓસ્ટ્રેલિયાનો વર્તમાન નેટ રન-રેટ +0.223 છે. જો તે ભારત સામે હારી જશે તો તેને બાંગ્લાદેશની જરૂર પડશે. પછી જો બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણ ટીમોના બે-બે પોઈન્ટ હશે અને નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.
A famous night for Afghanistan🥳#T20WorldCup #AFGvAUS pic.twitter.com/H32KXK4PaG
— ICC (@ICC) June 23, 2024
અફઘાનિસ્તાન - અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને હરાવવું પડશે. આ ઉપરાંત ભારતે ઓસ્ટ્રેલિયા સામે પણ જીતની અપેક્ષા રાખવી પડશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે હારી જાય છે, તો અપેક્ષા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા ભારત સામે મોટા માર્જિનથી હારી જાય. અફઘાનિસ્તાનનો નેટ રન રેટ હાલમાં -0.650 છે. જો ઓસ્ટ્રેલિયા જીતી જાય છે, તો અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે મોટા અંતરથી જીત મેળવવી પડશે.
બાંગ્લાદેશ - બાંગ્લાદેશને ક્વોલિફાય થવા માટે ચમત્કારની જરૂર છે. જોકે ટેકનિકલી તે હજુ પણ રેસમાં છે. બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું પડશે. સાથે જ આશા રાખવી પડશે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પણ હરાવી નાખે. હવે બાંગ્લાદેશ કોઈ પણ સંજોગોમાં ભારતથી આગળ નીકળી શકે તેમ નથી. બાંગ્લાદેશનો નેટ રન રેટ હાલમાં -2.489 છે.
જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં 4 ટીમોના બે ગ્રુપ છે. જો આ બંને ગ્રુપમાંથી જ ટોપ પર રહેવા પર 2-2 ટીમોને સેમિફાઈનલમાં જગ્યા મળશે. ગ્રુપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. વેસ્ટ ઇન્ડિઝ, યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગ્રુપ-2માં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો: બાઉન્ડ્રી બહાર વિરાટ કોહલી આ શું કરી રહ્યો છે? વીડિયો થયો Viral, લોકોએ કહ્યું 'બચપન કે દિન યાદ આયે'
T20 વર્લ્ડ કપ 2024માં બાકીની મેચોનું શેડ્યૂલ (ભારતીય સમય અનુસાર)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.