બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / After Padmaavat, Akshay Kumar's film was also disputed by the Kirani sena

બોલિવૂડ / પદ્માવત બાદ અક્ષય કુમારની આ ફિલ્મ પણ વિવાદમાં, કરણી સેનાએ આપી ધમકી

Published By: Intern

Last Updated: 02:29 PM, 17 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પદ્માવત બાદ હવે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ પણ કરણી સેનાની નજરમાં આવી ગઈ છે. કરણી સેનાની માંગ છે કે મેકર્સ દ્વારા લેખિત આશ્વાસન આપવામાં આવે કે આ ફિલ્મમાં ઈતિહાસિક તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ન આવી હોય.

  • કરણી સેનાના અધ્યક્ષે રોક્યું પૃથ્વીરાજ ફિલ્મનું શુટિંગ 
  • ઇતિહાસના તથ્યો પર છેડછાડ સહન કરવામાં આવશે નહીં :કરણી સેના 
  • કરણી સેનાએ નિર્દેશક જોડે લેખિતમાં આશ્વાસનની માંગ કરી

કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાનાએ પોતાના સંગઠનના સદસ્યોની સાથે શનિવારે જમવારામગઢ ગામમાં ચાલી રહેલી ફિલ્મની શુટિંગને રોક્યું અને નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીને શુટિંગ બંદ કરવા માટે પણ કહ્યું. ચંદ્રપ્રકાશે ભરોસો આપતા કહ્યું કે ફિલ્મની સ્ક્રીપ્ટમાં ઈતિહાસિક તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. જો કે, તેમ છતાં, કરણી સેનાએ લેખિતમાં આશ્વાસનની માંગ કરી. માહિતીઅનુસાર, જ્યારે સેટ પર આ હોબાળો મચ્યો ત્યારે અક્ષય કુમાર સેટ પર હાજર ન હતા.

હાલમાં આ મુદ્દે વાત કરતા મહિપાલ સિંહ માંકરાનાએ જણાવ્યું, ફિલ્મના નિર્દેશક ચંદ્ર પ્રકાશ સાથે આ ફિલ્મની સ્ક્રીપ્ટ અંગે વાત થઇ ગઈ છે. અમે તેને જણાવી દીધું છે કે, ઇતિહાસના તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં. તેમણે આગળ જણાવ્યું, 'પૃથ્વીરાજ ચૌહાણને ફિલ્મમાં પ્રેમી બતાવવામાં આવશે નહીં. નિર્દેશકને ખાતરી આપી છે કે ફિલ્મમાં આવી કોઈ વસ્તુ નહીં હોય પરંતુ અમને લેખિતમાં આશ્વાસન જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કરણી સેના પદ્માવત માટે નુકશાનકારક બની ગઈ હતી. ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભંસાલી સાથે મારપીટ પણ થઇ હતી ફિલ્મને અંત સુધી રાજસ્થાનમાં રીલીઝ થવા દીધી ન હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Chandraprakash Dwivedi Kirani sena Mahipal singh makrana Padmaavat અક્ષય કુમાર કરણી સેના ચંદ્રપ્રકાશ દ્વિવેદી પદ્માવત મહિપાલ સિંહ માંકરાના Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ