બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / After Kashi Vishwanath, a grand corridor will be built for this temple at a cost of Rs.250 crores

કવાયત / કાશી વિશ્વનાથ બાદ હવે રૂ.250 કરોડના ખર્ચે આ મંદિર માટે બનશે ભવ્ય કોરીડૉર, 70 હજાર ભક્તો કરી શકશે દર્શન

Priyakant

Last Updated: 03:27 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંકે બિહારી મંદિરમાં ભવ્ય કોરિડોર બનશે જે મથુરામાં કાશી કરતા પણ મોટો હશે: મંત્રી ચૌ લક્ષ્મી નારાયણ

  • કાશી વિશ્વનાથ બાદ હવે બાંકે બિહારી મંદિરમાં બનશે ભવ્ય કોરીડૉર
  • 250 કરોડના ખર્ચે બનશે કોરિડોર, 70 હજાર ભક્તો કરી શકશે દર્શન 
  • પ્રાથમિક વિગતો મુજબ ભવ્ય કોરીડૉરનો ખર્ચ બાંકે બિહારી ટ્રસ્ટ ઉઠાવશે

વૃંદાવનના ભગવાન બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી દરમ્યાન નાસભાગ અને ભીડના વધેલા દબાણને કારણે બે ભક્તોના મોત બાદ સરકાર હવે જાગી છે. આ સમગ્ર મામલાની તપાસ માટે સરકારે રવિવારે સવારે બે સભ્યોની કમિટીની રચના કરી હતી. જે બાદમાં રાજ્યના મંત્રી ચૌ લક્ષ્મી નારાયણ બાંકે બિહારી મંદિર પહોંચ્યા અને મંદિરના ગોસ્વામીઓ સાથે વાત કરી. જ્યાં તેમણે જણાવ્યું હતુ કે, છેલ્લી બે કેબિનેટ બેઠકોમાં બાંકે બિહારી મંદિર કોરિડોરના મુદ્દા પર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી હવે બાંકે બિહારી મંદિરમાં ભવ્ય કોરિડોર બનશે જે મથુરામાં કાશી કરતા પણ મોટો હશે.  

મથુરાના બાંકે બિહારી મંદિર પહોંચેલા રાજ્યના મંત્રી ચૌ લક્ષ્મી નારાયણે કહ્યું કે, આ ઘટનાના ઊંડાણમાં ગયા બાદ સમગ્ર મામલાની રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવશે. આ સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર, ગોસ્વામી સમાજ અને મંદિર પ્રબંધન પાસેથી સૂચનો લેવામાં આવશે. 

50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા: મંત્રી  

અકસ્માત સમયે મેડિકલ અને એમ્બ્યુલન્સ ન મળવાના પ્રશ્ન પર રાજ્યના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે અત્યાર સુધીના ઈતિહાસમાં જન્માષ્ટમીના અવસરે ક્યારેય આટલી ભીડ જોવા મળી નથી. 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બ્રજવાસ ખાતે રોકાયા હતા. તેમણે કહ્યું કે તમે એ પણ જાણો છો કે બિહારી જીની આસપાસની ગલીઓ એટલી સાંકડી છે કે ભીડ હોય ત્યારે બાઇક પણ મળવી મુશ્કેલ છે. એમ્બ્યુલન્સ તો દૂરની વાત છે. તેમણે નિશ્ચિતપણે કહ્યું કે તપાસમાં જે પણ કમી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

250 કરોડ ખર્ચે બનશે કોરિડોર 

ભીડના કારણે સર્જાયેલી દુર્ઘટના બાદ કોરિડોરની માંગણી અંગે મંત્રી લક્ષ્મી નારાયણે કહ્યું કે છેલ્લી બે કેબિનેટ બેઠકમાં અહીં વિશાળ કોરિડોર બનાવવા માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. અહીંથી જમુનાજી સુધી એક વિશાળ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં એક સમયે 60 થી 70 હજાર ભક્તો દર્શન કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કોરિડોરના નિર્માણમાં 250 કરોડથી વધુનો ખર્ચ થશે. 

કોરિડોર કાશી વિશ્વનાથ કરતા પણ મોટો હશે

માહિતી અનુસાર, બાંકે બિહારીથી જમુનાજી સુધી એક વિશાળ કોરિડોર બનાવવામાં આવશે. જેનો ખર્ચ બાંકે બિહારી ટ્રસ્ટ ઉઠાવશે. અહીંથી જમુનાજી સુધી એક વિશાળ કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર બાબા વિશ્વનાથ કરતા પણ મોટો હશે, જેમાં એક સમયે 60 થી 70 હજાર ભક્તો દર્શન કરી શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ