બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / After drinking coconut water, don't throw away the cream, very beneficial for health, know the benefits
Last Updated: 07:31 PM, 11 April 2024
નારિયેળનું પાણી શરીરને સારી રીતે હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. જેથી ભારતભરમાં નારિયેળ પાણીની ડિમાન્ડ રહે છે. તેનો સ્વાદ પણ સારો હોય છે. પહેલા સમુદ્રના કિનારે નારિયેળ પાણી ખૂબ વેચાતુ હતુ પરંતુ હવે નાના શહેરોમાં પણ નારિયેળ પાણીનું ચલણ વધ્યુ છે. પરંતુ મોટા ભાગના લોકો નારિયેળ પાણી પીને તેને ફેંકી દેતા હોય છે. પરંતુ તેઓ નથી જાણતા હોતા કે નારિયેળમાં રહેલી મલાઈમાં કેટલાય ગુણો હોય છે જેથી તેને ક્યારેય ફેંકવુ નહીં. નારિયેળની મલાઈમાં વિટામિન સી, વિટામિન ઈ, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોસ્ફોરસ, આયરન જેવા પોષક તત્વો હોય છે જે શરીરના સ્વાસ્થય માટે ખૂબ જરૂરી અને ફાયદાકારક હોય છે. જેથી આજે તમને નારિયેળની મલાઈના ફાયદા વિશે જણાવીશુ.
ADVERTISEMENT
ગુડ કોલેસ્ટ્રોલ
નારિયેળની મલાઈ માણસના હ્રદય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે મલાઈમાં ગુડ કોલેસ્ટોલ હોય છે જે શરીરના બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે જેનાથી હ્રદયનું સ્વાસ્થ્ય સુધરે છે.
પાચનક્રિયા
જો તમારી પાચનક્રિયા વ્યવસ્થિત રીતે કામ નથી કરતી તો નારિયેળની મલાઈથી તમને ફાયદો થઈ શકે છે. નારિયેળની મલાઈમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોવાથી તે ખોરાકના ડાઈઝેશન માટે ફાયદાકારક સાબીત થાય છે.
ADVERTISEMENT
વજન
નારિયળની મલાઈ ખાવાથી મેદસ્વીતાપણૂ દૂર થાય છે. વજન ઘટે છે. કારણ કે તેની મલાઈમાં હેલ્થી ફેટ હોય છે.
આ પણ વાંચોઃ ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડ્રિંક્સ, ડીહાઈડ્રેશન નહીં થાય અને બ્લડ શુગર થશે કંટ્રોલ
પ્રેગ્નેંન્સી
જે મહિલાઓ પ્રેગ્નેંટ હોય તેમના માટે નારિયળની મલાઈ ખૂબ ફાયદાકારક હોય છે. મલાઈમાં રહેલ પોટૈશિયમ, આયરન, ફાઈબર જેવા તત્વો તે મહિલાને પોષણ આપવાનું કામ કરે છે. તેઓને મોર્નિંગ સિકનેસની સમષ્યામાંથી રાહત પણ મળે છે.
ADVERTISEMENT
ઈમ્યૂનિટી
નારિયળની મલાઈ ઈમ્યૂનિટી બૂસ્ટરનું કામ કરે છે. મલાઈમાં મોટા પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
એનર્જી
નારિયળની મલાઈમાં ખૂબ જ એનર્જી હોય છે. મલાઈ ખાવાથી શરીરને તરત જ ઉર્જા મળે છે, થાક દૂર થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.