ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 5 drinks diabetics summer will prevent dehydration control blood sugar

હેલ્થ કેર / ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડ્રિંક્સ, ડીહાઈડ્રેશન નહીં થાય અને બ્લડ શુગર થશે કંટ્રોલ

Published By: Ajit Jadeja

Last Updated: 06:09 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું અને બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

ADVERTISEMENT

આજની જીવનશૈલીમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે જે કોઈને પણ ઝપટમાં લઇ શકે છે જેનાથી તંદુરસ્ત માણસ પણ ખાટલા ખરોડ થઇ શકે છે. આવી સ્થિતિમાં આ બાબતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું અને બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઉનાળાના આવા જ કેટલાક પીણાં વિશે જણાવીશું જે તમને હાઇડ્રેટેડ રાખશે અને તમારા બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખશે.

સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

અત્યારે ત્રણ ઋતુ છે પરંતુ વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખાસ કરીને બેવડી ઋતુનો અનુભવ થતો હોય છે. ઋતુ કોઈ પણ હોય તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ જરૂરી બની જાય છે. ઉનાળાની ઋતુમાં પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી ઘણી વખત જરૂરી છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે આ સિઝનમાં તમારી દિવસભર દિનચર્યામાં કેટલાક એવા પીણાંનો સમાવેશ કરી શકો છો, જે તમને હાઈડ્રેટ રાખશે અને તમારા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખશે.

લીંબુ સાથે ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપુર હોય છે અને ઇન્સ્યુલિનની સેંસિટિવિટીને સુધારે છે. જ્યારે તેને લીંબુના રસમાં ભેળવવામાં આવે છે, ત્યારે તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરીને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. ઉનાળા માટે તાજો અને ઓછી કેલરીવાળો વિકલ્પ બનાવે છે.

કાકડી ફુદીનાનું પાણી

કાકડીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે આ ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. સાથે જ તેમાં ફુદીનાના તાજા પાન નાખવાથી સ્વાદ સારો લાગે છે અને ઠંડક મળે છે. આ ઉપરાંત બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

ઉનાળામાં તરબૂચ લાભ દાયક

તરબૂચ કુદરતી રીતે મીઠું અને હાઇડ્રેટિંગ હોય છે, ગરમીની સીઝનમાં તરબૂત ખાવો સ્વાસ્થ્ય માટે સારુ છે. તેની સાથે તુલસી ભેળવવી જોઇએ. જેમાં ઇફ્લેમેટરી ગુણ હોય છે. આ એક તાજુ પીણુ બની જાય છે. જે બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચોઃ વજન ઘટાડવા આ 5 રીતે ફાસ્ટિંગ કરી શકો, કેવી રીતે અને કેટલા ખોરાકથી થશે વેઈટ લોસ

નાળિયેર પાણી

ઉનાળામાં કાળઝાળ ગરમીની  શરૂઆત થતાની સાથે જ લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. ત્યારે હાઇડ્રેટેડ રહેવા માટે નાળિયેર નું પાણી ઉત્તમ વિકલ્પ છે. તેની કુદરતી મીઠાશ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

(Disclaimer:  લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Coconut Water Diabetic Patients Diet Health helth tips hydrated ડાયાબિટીસના દર્દીઓ ડિહાઇડ્રેટેડ નાળિયેર હેલ્થ ટીપ્સ Diabetic patients

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ