બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / After Delhi, now the Bay of Bengal is shaking

BIG BREAKING / આંચકાઓ સાથે 2023ની શરૂઆત: દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં ધરા ધ્રૂજી, જુઓ કેટલી નોંધાઈ તીવ્રતા

Priyakant

Last Updated: 11:59 AM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા

  • રાજધાની દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી 
  • 2023ના પહેલા જ દિવસે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા 

રાજધાની દિલ્હી બાદ હવે બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. મહત્વનું છે કે, નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા માપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 3.8 હતી. જોકે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાની કે માલહાનિ થઈ નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, હરિયાણાના ઝજ્જરના ઉત્તર-પશ્ચિમમાં રવિવારે (01-01-2023) સવારે 1:19 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. કેન્દ્રમાંથી મળેલા રીડિંગ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હતી. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ પહેલા 12 નવેમ્બરે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, જે નેપાળમાં લગભગ 7:57 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

રોહતક-ઝજ્જર નીચે ફોલ્ટલાઈન

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ દેશમાં સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે. આ એજન્સીના જણાવ્યા અનુસાર, રોહતક-ઝજ્જરમાંથી પસાર થતી મહેન્દ્રગઢ-દહેરાદૂન ફોલ્ટ લાઇનની નજીક ઘણીવાર ભૂકંપ આવે છે, જેના પર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી સીધી નજર રાખે છે. આજે વહેલી સવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હરિયાણામાં જમીનથી માત્ર 5 કિલોમીટર નીચે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ