બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Bhavnagar, now a 32-year-old youth from Ahmedabad died of a heart attack

BIG BREAKING / ભાવનગર બાદ હવે અમદાવાદના 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, 2 જ દિવસમાં 3 બનાવથી લોકોમાં ફફડાટ

Malay

Last Updated: 10:30 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: કોરોના કાળના થોડા સમય બાદ એકાએક લોકોના હાર્ટ એટેકથી મોત નિપજવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસમાં ત્રણ યુવકોએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
  • ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ
  • બસમાં જ હાર્ટ એટેકથી હર્ષ સંઘવી નામના યુવકનું મૃત્યુ
  • 2 દિવસમાં ત્રણ યુવકોના બંધ થઈ ગયા હ્રદય

Ahmedabad News: યુવાનોમાં વધતા હાર્ટએટેકના કિસ્સા એ તબીબ આલમમાં ચિંતાનો વિષય છે. કોરોના બાદ આ કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે 2 દિવસમાં જ  3 યુવકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાં હોવાનું બહાર આવ્યું છે. જેમાં ગતરોજ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન માત્ર 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યા બાદ તળાજા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભેલા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આજે અમદાવાદમાં 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. 

ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી (ઉં.વ 32) નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. 32 વર્ષીય યુવકના અવસાનથી 2 વર્ષની નાની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષ તેની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથએ યાત્રા કરવા ગયો હતો. તે રાજસ્થાન તીર્થ યાત્રા કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો.  હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો પરિવાર શોક ગરકાવ થઈ ગયો છે. 

મૃતક હર્ષ સંઘવી

રેશનકાર્ડ કઢાવવા ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત
તળાજામાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તળાજા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ કઢાવવા લાઈનમાં ઉભેલા યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અરવિંદ કુર્ણાશંકરભાઈ પંડ્યા નામના યુવક ગતરોજ રેશનકાર્ડ કઢાવવા માટે તળાજા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. જ્યાં રેશનકાર્ડ કઢાવવા માટે લાઈન હતી. જેથી અરવિંદભાઈ પણ પોતાના રેશન રેશનકાર્ડના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ માટે લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન તેઓ અચાનક જ ઢળી પડ્યા હતા. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

ફરજ પરના ડોક્ટરે જાહેર કર્યા હતા મૃત
જે બાદ મામલતદાર કચેરી ખાતે હાજર લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવીને અરવિંદભાઈને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવકને લાઇનમાં ઉભા હતા તે દરમિયાન હાર્ટ એટેક આવી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તળાજામાં હાર્ટ એટેકથી યુવકનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ દરમિયાન મોત
જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. 

મૃતક વિનીત કુંવરિયા

હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે.  ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે. નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે.  હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે. કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે. ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

 


અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 


એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ