બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / After 12 years, Rohit scored a century in the IPL, but there was sadness on his face

ક્રિકેટ / 12 વર્ષ બાદ રોહિતે IPLમાં સદી ફટકારી, છતાંય ચહેરા પર ઉદાસી જ જોવા મળી, પથિરાનાએ પથારી ફેરવી

Vishal Khamar

Last Updated: 04:08 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. 207 રન ચેજ કરવા ઉતરેલી મુંબઈની ટીમ 186 રન જ બનાવી શકી હતી. રોહિતે સદી મારી છતા મુંબઈની હાર થઈ હતી. ચેન્નઈના પથિરાનાની બોલિંગથી મેચ ચેન્નઈ તરફ જતી રહી હતી.

MI vs CSKની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય થયો છે. મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બેટિંગમાં ઉતરેલી ચેન્નની ટીમે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મુંબઈની ટીમ 20 ઓવર રમીને 6 વિકેટ ગુમાવી 186 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રોહિત શર્માની સદી પણ નક્કામી ગઈ હતી. કેમ કે તેની અણનમ સદી છતા મુંબઈની હાર થઈ હતી. 

રોહિત શર્માએ 12 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી હતી. પરંતુ તેમ છતા રોહીત IPLની હિસ્ટરીનો પ્રથમ એવો બેટ્સમેન બન્યો જેમાં તેને સદી મારી છતા પોતાની ટીમને હારનો સામનો કરવો પડ્યો. રોહિતે 63 બોલમાં 105 રન ઠોક્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. 

ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે વચ્ચે સારા રનની ભાગીદારી થઈ હતી. ગાયકવાડે 40 બોલમાં 69 રન કર્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં ત્રણ છગ્ગા મારીને ટીમનો સ્કોર 206 રને પહોંચાડી દીધો હતો. 207 રનનો ટાર્ગેટ ચેજ કરવા ઉતરેલી   મુંબઈની શરૂઆત સારી રહી હતી. જેમાં રોહિત અને ઈશાન કિશને 7 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. મુંબઈ મજબૂત સ્થિતિમાં હતુ. પરંતુ આઠમી ઓવરમાં જેવો પથિરાના બોલીંગ કરવા આવ્યો ત્યારે મેચ અચાનક બદલાઈ ગઈ, પથિરાનાએ પહેલા જ બોલમાં કિશનને આઉટ કર્યો હતો. સૂર્યકુમાર પણ શૂ્ન્ય પર પેવેલિયન ભેગો થયો હતો. 

વધુ વાંચોઃ 25,000 કરોડના માલિક ધોનીના દિવાના થયાં, બોલ્યાં- મને ગર્વ કે 'મારુ નામ પણ ‘MAHI'

ચેન્નઈના પથિરાનાએ આ મેચમાં જોરદાર બોલિંગ પર્ફોમન્સ આપ્યુ હતુ. તેને 4 ઓવરમાં માત્ર 28 રન આપી 4 વિકેટ પાડી હતી. આ સાથે જ પથિરાના ચેન્નઈનો ચાર વિકેટ લેનારો યંગેસ્ટ બોલર બની ગયો.પથિરાનાએ 21 વર્ષ 118 દિવસની ઉમંરમાં આ રેકોર્ડ બનાવ્યો.  પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ કુલ 6માંથી 4 મેચ જીતીને ત્રીજા નંબરે છે. તો મુંબઈ કુલ 6માંથી 4 મેચ હારીને આઠમાં નંબરે છે.MI vs CSKની છેલ્લી પાંચ મેચમાં ચેન્નઈનું પલડુ ભારે રહ્યુ છે. મુંબઈ છેલ્લી પાંચ મેચમાં 1 વખત ચેન્નઈ સામે જીતી શક્યુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ