બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After 11 days, the Shinor police have solved the case of love affair murder in Malpur of Shinor taluka in Vadodara.

વડોદરા / પરિણીતા પ્રેમી સાથે ભાગી જતાં ખૂની બદલો, યુવકના બાઈકને કારથી ટક્કર મારી, ગંભીર હાલતમાં ગાડીમાં નાખી મારી નાખ્યો, 3 હત્યારા ઝબ્બે

Dinesh

Last Updated: 08:45 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં શિનોર તાલુકાના માલપુરમાં પ્રેમ સંબંબધમાં થયેલી હત્યાનો કેસ શિનોર પોલીસે 11 દિવસ બાદ ઉકેલ્યો છે, પરિણીતાના પતિ સહિત 3 શખ્સોએ મૃતકનું અપહરણ કર્યું હતું

  • વડોદરામાં માલપુરમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો કેસ
  • પોલીસે 11 દિવસ બાદ યુવકની હત્યાનો ઉકેલ્યો ભેદ
  • શિનોર પોલીસે ત્રણ હત્યારાની કરી ધરપકડ
  • પરિણીતાના પતિ સહિત 3 શખ્સોએ મૃતકનું કર્યું હતું અપહરણ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુરમાં પ્રેમ સંબંબધમાં થયેલી હત્યાનો કેસ શિનોર પોલીસે 11 દિવસ બાદ ઉકેલ્યો છે. આ સનસનીખેજ બનાવમાં  શિનોર તાલુકાના માલપુર ગામના રહેવાસી ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી જઇ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાસે ગામમાં ઘર સંસારની શરૂઆત કરી હતી. પત્ની સંગીતા છૂટાછેડા વગર જ ગામના મહેશ વસાવા સાથે ભાગી જઇ સંસાર માંડતા ગામમાં અને સમાજમાં ગયેલી આબરુંથી પતિ ઘનશ્યામ વસાવા રોશે ભરાયો હતો. જેથી તેણે મહેશ વસાવાને મોતને ઘાટ ઉતારી દેવા માટે નક્કી કર્યું હતું. ઘનશ્યામને ખબર હતી કે, મહેશ પાણેથા રહે છે. અવાર-નવાર માલપુર ગામમાં આવે છે, જેથી તેણે માલપુર ગામમાં રહેતા તેના મિત્ર શકીલ રમજુસા દિવાનને મહેશ ગામમાં ક્યારે આવે છે તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. અને આવે ત્યારે જાણ કરવા માટે કહ્યું હતું.

પરિણીતા છૂટાછેડા વિના જ ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી
30 નવેમ્બરના રોજ મહેશ વસાવા પોતાની મોટર સાઇકલ લઇને બપોરના સમયે માલપુર ગામમાં આવ્યો હતો. જે અંગેની જાણ મહેશ ઉપર વોચ રાખનાર શકીલ દિવાને ઘનશ્યામને કરી હતી. ઘનશ્યામ પોતાના ભાઈ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવાને કારમાં બેસાડી માલપુરથી સાધલી તરફ બાઇક લઇને જઇ રહેલા મહેશનો પીછો કર્યો હતો. સાધલીથી સુરાશામળ ગામ વચ્ચે મહેશ વસાવાની બાઇક પાછળ કારથી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મહેશ બાઇક પરથી રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તે બચી ગયો હતો.

હત્યાનો કાવતરૂ
બાઇક ઉપરથી પટકાતા ગંભીર ઇજા પામેલ મહેશ લોહી લુહાણ થઇ રોડ ઉપર પડ્યો હતો. ત્યારે બે ભાઇઓ ઘનશ્યામ વસાવા અને સંદિપ વસાવા મહેશને ઉંચકી કારમાં બેસાડીને લઇ ગયા હતા. સાથે તેની બાઇક પણ કારમાં નાંખી લઇ ગયા હતા. રસ્તામાં ગંભીર ઇજાગ્રસ્ત મહેશ વસાવાને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહેશ મોતને ભેટ્યા બાદ તેની લાશ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાં આશિષ ઉર્ફ ચિરાગ પટેલના શેરડીના ખેતરમાં નાંખી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન હત્યારા ભાઇઓએ મહેશની મોટર સાઇકલની આગળ-પાછળની નંબર પ્લેટ તેમજ સાઇડ ગ્લાસ કાઢી માલસર પુલ ઉપરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા અને મોટર સાઇકલ રાયપુર ગામની સીમમાં બીનવારસી મૂકી પરત માલપુર પોતાના ગામ આવી ગયા હતા. 

સંગીતાએ ગુમ થયાની જાણ કરી
સંગીતા એ શિનોર પોલીસ મથકમાં દોડી આવી હતી. મહેશ વસાવા ગુમ થયાની જાણ કરી હતી. તે સાથે તેને પોતાની ભૂતકાળ અને વર્તમાન જીવનની વિગતો શિનોર પોલીસને આપી હતી. શિનોર પોલીસે વિગતો મેળવ્યા બાદ તપાસનો દોર શરૂ કર્યો હતો. શિનોર પોલીસે આ ગુનામાં મહેશ વસાવાના હત્યારા પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવા તેના ભાઇ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવા અને મહેશની બાતમી આપવાની મહત્વની ભૂમિકા ભજવનાર શકીલ મરજુસા દિવાન સામે અપહરણ, હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ