બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Afghanistan Women Rescued By Indian Airforce With Her Granddaughters From Kabul Thanks India For Help

ભારતનું 'મોટું દિલ' / તાલિબાને ઘર સળગાવ્યું, મદદે આવ્યું ભારત, દીકરીને લઈને ભાગી : અફઘાની મહિલાનું દર્દ જાણીને ભાવુક થઈ જશો

Parth

Last Updated: 04:25 PM, 22 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે આજે ભારતીયો સહિત કેટલાક અફઘાની લોકોને પણ બચાવ્યા છે અને તેમને રેસ્ક્યૂ કરીને દિલ્હી પહોંચાડ્યા છે.

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક 
  • જીવ બચાવીને ભાગી રહ્યા છે લાખો લોકો 
  • ભારતે આજે કેટલાક અફઘાની લોકોને પણ કર્યા રેસ્ક્યૂ 

ભારતે કેટલાક લોકોને કર્યા રેસ્ક્યૂ 
આજે 168 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું વિમાન રવિવારે સવારે હિંડન એરબેઝ પહોંચ્યું હતું જેમાં 107 ભારતીયો અને બાકીના અફઘાનિસ્તાનમાંથી નાગરિકો ભારત આવ્યા છે. એવામાં ભારતના એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલિબાનનાં આતંકમાંથી બચીને આવેલ લોકો પોતાની આપવીતી જણાવતા રડી પડ્યા હતા. 

તાલિબાને ઘર સળગાવી નાંખ્યું પણ ભારતે બચાવી લીધી
કાબુલથી ભારત આવેલ એક મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. તેથી તે પોતાની દીકરી અને પૌત્ર-પૌત્રી સાથે ભારત આવી ગયા છે. તેમણે કહ્યું કે ભારતનાં ભાઈ બહેનો અમને બચાવવા માટે આગળ આવ્યા. તાલિબાને અમારું ઘર સળગાવી નાંખ્યું છે, હું મદદ કરવા માટે ભારતનો આભાર માનું છું. 

માસૂમ બાળકીનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ 
ભારતીય વાયુસેના આજે 168 લોકોને દિલ્હી લઈને આવી છે જેમાં એક નવજાત બાળક પણ છે અને આ બાળક પાસપોર્ટ વગર ભારત આવ્યો છે. ભારતીય વાયુસેનાનું વિમાન જ્યારે આજે ભારતમાં ઉતર્યું ત્યારે એક બાળક હતું અને એક માસૂમ બાળકી તે બાળકને લાડ લડાવતી નજરે પડી હતી. રક્ષાબંધન પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

અફઘાનિસ્તાનમાંથી પરત આવતા લોકોને અપાઈ પોલિયોની વેક્સિન
અફઘાનિસ્તાનમાંથી ભારત આવી રહેલા લોકોને દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલિયોની વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાતે ટ્વિટ કરી આપી છે. મનસુખ માંડવિયાએ ટ્વિટર પર માહિતી આપી છે કે અફઘાનિસ્તાનમાંથી પરત આવી રહેલા લોકોને વાઈલ્ડ પોલિયો વાયરસથી બચાવવા માટે ઉપાડવામાં આવેલા સુરક્ષાત્મક પગલાના રૂપમાં પોલિયો વેક્સિન-ઓપીવી અને એફઆઈપીવી લગાવવામાં આવી રહી છે.

મોતનાં મુખમાંથી માદરે વતન આવ્યા કેટલાક લોકો 
એક તરફ જ્યાં દેશ આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને ભારતની વાયુસેના દિલ્હી લઈને આવી છે. ભારત સિવાય અફઘાની લોકો પણ ભારતમાં આવ્યા છે ત્યારે એરપોર્ટથી ઘણી ભાવુક તસવીરો સામે આવી રહી છે. ત્યારે રક્ષાબંધન પર આંખો ભીની થઈ જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. 

પ્રધાનમંત્રીએ દેશવાપસીનો આપ્યો છે આદેશ 
નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે આદેશ આપેલા છે. એવામાં કાબુલથી ભારતીયો સહિત મુશ્કેલીમાં ફસાયેલા શીખો અને સ્થાનિક અફઘાનીઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ