બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Afghanistan taliban declared after meeting with kabul gurudwara committee that hindu and sikh community is safe and should not worry

સુરક્ષા / અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોને લઈને આવ્યું તાલીબાનોનું મોટું નિવેદન, સબ સલામત હોવાનો દાવો

Mayur

Last Updated: 10:18 AM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલિબાનોએ કાબૂલ ગુરૂદ્વારા કમિટી સાથે મિટિંગ બાદ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ પણ સુરક્ષિત છે તેમને પરેશાન કરવામાં નહીં આવે.

  • અલ્પસંખ્યકો અને મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ
  • 200 લોકોએ ગુરદ્વારામાં લીધી હતી શરણ 
  • અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમાજ સુરક્ષિત : તાલિબાન 

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન રાજ પાછું આવ્યું છે ત્યારથી ફરી અલ્પસંખ્યકો અને મહિલાઓ માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. લઘુમતીઓને ચિંતા સતાવી રહી છે કે હવે તેઓને તાલિબાનોથી મોટો ખતરો હોવાના કારણે તેમણે દેશાંતર કરી જવું કે નહીં? ભારત પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ સમુદાયના લોકોને શરણ આપવાની જાહેરાત કરી ચૂક્યું છે. પરંતુ આઅ બધાની વચ્ચે તળીબાનોનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખ સમાજ સુરક્ષિત 

તાલિબાનોએ ભાર આપીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો એક્દમ સુરક્ષિત છે. આ નિવેદન તાલિબાનોએ કાબૂલ ગુરદ્વારા કમિટી સાથે મિટિંગ બાદ આપ્યું હતું. તાલિબાનોએ આશ્વાસન આપ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોને પરેશાન નહીં કરવામાં આવે અને તેમણે પૂરતી સુરક્ષા મળશે. તાલિબાન સંગ કાબુલ ગુરદ્વારા કમિટી દ્વારા કરવામાં આવેલી આઅ મિટિંગની તસવીર પણ સામે આવી હતી જય ઘણા તાલિબાની નેતાઓ બેઠેલા જોઈ શકાય છે. 

ANI on Twitter: "Around 200 Sikh families from #Afghanistan have been  relocated in Delhi & are currently staying in Gurudwaras that are run by  Delhi Sikh Gurdwara Mgmt Committee. "We left everything

200 લોકોએ ગુરદ્વારામાં લીધી હતી શરણ 
થોડા વખત પહેલા જ સમાચાર આવ્યા હતા કે કાબુલમાં એક ગુરુદ્વારામાં તાલિબાનોના ડરના કારણે 200 લોકોએ શરણ લીધી હતી. આમાં મોટાભાગના હિન્દુ અને શીખ સમુદાયના લોકો હતા. કેટલાક લોકો તો અમેરિકા કે કેનેડા જવાનું પણ નક્કી કરી ચૂક્યા છે. કારણ કે કોઈને તાલિબાનો પર ભરોસો નથી. 

આ અગાઉ ભારતના પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાન મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આદેશ આપ્યો કે અફઘાનિસ્તાનમાંથી જે પણ હિંદુઓ અને શીખો ભારત આવવા માગતા હોય તેમને દેશમાં શરણું આપવાની વ્યવસ્થા કરવામાં આવે. 

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યું કે ભારતે ન માત્ર પોતાના નાગરિકોની ચિંતા કરવી જોઈએ પરંતુ આપણે સિખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ શરણ આપવી જોઈએ જે ભારત આવવા માંગે છે. આપણે તમામ સંભવ મદદ આપવી જોઈએ. મદદ માટે ભારત તરફ દેખી રહેલા આપણા અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવામાં આવે. 

પીએમ મોદીએ આજે ​​સીસીએસની બેઠકમાં અધિકારીઓને ભારત તરફથી મદદની રાહ જોઈ રહેલા તમામ અફઘાન નાગરિકોને મદદ પૂરી પાડવા સૂચના આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ