બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Afghanistan crisis troops were moved to tears as distraught afghan women tried to throw babies over razor wire fences at kabul airport

દયનીય / તાલિબાનનો એવો ખૌફ કે માએ કાળજાના કટકાને કાંટાળા તાર તરફ ફેંક્યો, બ્રિટિશ આર્મી પણ થઈ ભાવુક

Arohi

Last Updated: 11:41 AM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની સ્થિતિ જોઈને સૈનિકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

  • તાલિબાનના કબ્જા બાદ પરિસ્થિતિ ખૂબ દયનિય
  • મહિલાઓ રડીને માંગી રહી હતી મદદ 
  • બ્રિટિશ સૈનિકોની આંખોમાં આવી ગયા આંસુ 

તાલિબાનના કબ્જા બાદ અફગાનિસ્તાનમાં  નાસભાગ મચી ગઈ છે. મોટી સંખ્યામાં અફઘાની એ આશાએ એરપોર્ટ પહોંચી રહ્યા છે કે કદાચ તેમને દેશથી બહાર લઈ જવામાં આવે. કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકો હાજર છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. અફઘાનિ મહિલાઓ રડી રડીને અમેરિકી અને બ્રિટિશ સૈનિકોને જીવ બચાવવા માટે ભીખ માંગી કહી છે. આ નજારો જોઈને કડક મિજાજ ધરાવતા સૈનિતોની આંખો પણ ભીની થઈ ગઈ છે. તેમના પણ આંસુ રોકાઈ નથી રહ્યા. 

મહિલા રડીને માંગી રહી હતી મદદ 
એક રિપોર્ટ અનુસાર કાબુલ એરપોર્ટ હાલ અમેરિકી અને બ્રિટિશ સૈનિકોના કબ્જામાં છે. જ્યારે બહાર તાલિબાનો તૈનાત છે. અફઘાનિસ્તાન છોડવાની આશામાં એરપોર્ટ પહોંચનાર મહિલાઓના હાલ બે હાલ છે. તે રોઈ રોઈને સૈનિકોને જીવ બચાવવા માટે મદદ માંગી રહી છે. પરંતુ દરેક વ્યક્તિની મદદ કરવી સૈનિકો માટે શક્ય નથી. આ મજબૂરી અને લાચારીના કારણે સૈનિક પણ દુખી છે અને તેમનું દુખ આંસુઓના રૂપમાં બહાર આવી રહ્યું છે. 

સૈનિકની આંખમાં છલકાયા આંસુ 
અફઘાનિ મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે તેમને બીજાને સોંપવા માટે પણ મજબૂર થઈ ગઈ છે. મહિલાઓ એરપોર્ટના ગેટ પર લગાવવામાં આવેલા કાંટાના તાર પરથી બાળકોને સૈનિકોની તરફ ફેંકી રહી છે. બુધવારે જ્યારે એક મહિલાએ પોતાની નાની બાળકીને તારની ઉપરથી ફેંકી તો તેને બીજી બાજુ ઉભેલા સૈનિકે પડલી લીધી. એક માતાની આ મજબૂરી જોઈને તે સૈનિકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

સૈનિકે પકડી લીધી બાળકી 
એક બ્રિટિશ અધિકારીએ જણાવ્યું કે મહિલાઓ એટલા ભયમાં છે કે તે પોતાના બાળકોને કાંટાવાળા તારની ઉપરથી બ્રિટિશ અને અમેરિકી સૈનિકોની તરફ ફેંકી રહી છે. જેથી તેમના જીવ બચી શકે. ભીડમાં હાજર એક મહિલાએ જોરથી બૂમ પાડી "મારી બાળકીને બચાઓ" અને પછી તેને અમારી તરફ ઉછાળી. સારી વાત એ રહી કે સૈનિકે તેને છેલ્લી ઘડીએ પકડી લીધી અને તેનો જીવ બચી ગયો. 

સૈનિકો બધાની મદદ કરવા માંગે છે પણ 
અધિકારીએ જણાવ્યું કે, એવો એક પણ વ્યક્તિ નથી જે પોતે દુખ, લાચારી અને ભયનો માહોલ જોઈને રોયો ન હોય. એરપોર્ટ પર તૈનાત સૈનિકોની આંખો નમ છે. તે બધાની મદદ કરવા માંગે છે. એરપોર્ટ પર તૈનાત સૈનિકોની આંખો નમ છે, તે દરેકની મદદ કરવા માંગે છે. પરંતુ તે સંભવ ન થઈ શકે. એરપોર્ટ પર જ્યારે એક મહિલાએ રોતા પોતાના બાળકને અમેરિકી સૈનિકને આપ્યું તો તેને લેવાથી ઈનકાર ન કરી શક્યા. હાલ લગભગ 800 બ્રિટિશ અને 5000 અમેરિકી સૈનિક આ સમયે કાબુલ એરપોર્ટ પર તૈનાત છે. પોત પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ બધા ત્યાંથી પરત ફરી જશે. જોકે લાચારી અને દુઃખની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે કદાચ જ ભૂલી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ