બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Aditya-L1 mission: Aditya-L1 reached 9.2 lakh km from Earth, a feat achieved for the first time by a Mars mission

BREAKING / આદિત્ય L1 મિશન: ઈસરોને મળી ફરી મોટી સફળતા, પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરનું અંતર કર્યું પૂર્ણ, લેટેસ્ટ અપડેટ જાહેર

Pravin Joshi

Last Updated: 07:53 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોએ શનિવારે ભારતના સૂર્ય મિશનને લઈને મોટી માહિતી શેર કરી. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને છોડી દીધું છે અને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.

  • ઈસરોએ સૂર્ય મિશનને લઈને નવી માહિતી કરી શેર
  • પૃથ્વીથી 9.2 લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-એલ-1
  • અવકાશયાન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 તરફ આગળ વધી રહ્યું છે

સૂર્ય મિશન પર મોકલવામાં આવેલ ઈસરોના અવકાશયાન આદિત્ય એલ1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. ઈસરોએ શનિવારે ભારતના સૂર્ય મિશનને લઈને મોટી માહિતી શેર કરી. ISROએ ટ્વીટ કર્યું કે આદિત્ય-L1 મિશન હેઠળ મોકલવામાં આવેલ અવકાશયાન સફળતાપૂર્વક પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને છોડી દીધું છે અને તેણે 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. આદિત્ય-એલ1 મિશન વિશે માહિતી આપતાં ઈસરોએ કહ્યું કે હવે આ અવકાશયાન સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ સતત બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલવામાં સફળ રહ્યું છે. માર્સ ઓર્બિટર મિશન દરમિયાન આ પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.

1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે

નોંધનીય છે કે આદિત્ય એલ-1 4 મહિનામાં 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. પછી લેગ્રેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. લેગ્રેન્જ પોઈન્ટ-1 એ બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે. અહીં રહેવા માટે કોઈ સાધનસામગ્રીને વધારે ઊર્જાની જરૂર નથી. આવી સ્થિતિમાં આદિત્ય એલ-1 સતત સૂર્ય પર નજર રાખી શકે છે અને તેનો અભ્યાસ કરી શકે છે. આદિત્ય એલ-1માં ફાયરિંગ દ્વારા જ તેને એલ-1 પર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.

Aditya L1ને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ: ગણેશ ચતુર્થી પહેલા-પહેલા ISROએ આપી  ખુશખબરી, જાણો શું | Biggest update on Aditya L1: ISRO gives good news ahead  of Ganesh Chaturthi

લેગ્રેન્જ પોઈન્ટ 1 શું છે? 

લેગ્રેન્જ પોઈન્ટ એ સંતુલન બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સમાન છે. આદિત્ય L1 ને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટ દૂર છે.  આદિત્ય-L1 મિશનનો ઉદ્દેશ્ય L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે અને સાથે જ ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)ને વિવિધ વેવ બેન્ડમાં અવલોકન કરવાનો છે. આદિત્ય L-1 અભ્યાસ માટે તેની સાથે સાત પેલોડ લઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ