બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Adhir Ranjan Chaudhary of Congress suspended for commenting on Prime Minister Modi

કાર્યવાહી / કોંગ્રેસ આ દિગ્ગજ નેતાને લોકસભામાંથી કરવામાં આવ્યા સસ્પેન્ડ, PM મોદી પર કરી હતી વિવાદિત ટિપ્પણી

Kishor

Last Updated: 10:37 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદી પર ટિપ્પણીને મામલે કોંગ્રેસના મોટા ગજાના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  • વડાપ્રધાન મોદી પર વિવાદિત ટિપ્પણીનો મામલો
  • કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી
  • લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

વડાપ્રધાન મોદી પર વિવાદિત ટિપ્પણીને પગલે કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસના મોટા ગજાના નેતાને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. હવે આ મામલો જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ પાસે પેન્ડિંગ છે અને તમામ રિપોર્ટ નહિ આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી બહાર રહેશે. મહત્વનું છે કે અધિર રંજન ચૌધરીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વેળાએ પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી.

મંત્રી પ્રહલાદ જોશી એ ઠરાવ રજૂ કરતા કે..

આ મામલે સંસદીય કાર્યના મંત્રી પ્રહલાદ જોશી એ ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતા મોટાભાગે દેશ અને સરકારની છબી ખરડવાનો જ પ્રયાસ કરતા હોય છે. જેને લઈને અમે માફીની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ માફી માંગી ન માંગતા તેમની વિરુદ્ધ દરખાસ્ત લાવવામાં આવી છે. જેને સ્વીકારવામાં આવી હતી. બીજી બાજુ સ્પીકરે પણ જણાવ્યું હતું કે અધિર રંજન ચૌધરીનું વર્તન ગૃહને અનુરૂપ ન હતું.

રાજકીય ઘમાસાણ સર્જાયું

બીજી બાજુ આ પગલાને લઈને રાજકીય ઘમાસાણ સર્જાયું છે. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધિર રંજન ચૌધરીના સસ્પેન્ડને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને તે સત્તાનો ઘમંડ દર્શાવતો હોવાનો દાવો કર્યો હતો. આ પરંપરા સંવિધાન અને સંસદીય લોકતંત્ર બંને બાબતો માટે ખૂબ જ ઘાતક નીવડે તેવું કહીને આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તો AAP નેતા સંજય સિંહે અધીર રંજન ચૌધરીને સંસદમાંથી સસ્પેન્ડ કરવા એ PM મોદીની તાનાશાહીની પરાકાષ્ઠા હોવાનું ગણાવ્યું હતું. 

રંજન ચૌધરીએ શું કહ્યું ? 
અધિર રંજન ચૌધરીએ કહ્યું, મોદી 100 વખત દેશના PM બને અમારે કંઈ લેવા-દેવા નથી. અમારે દેશના લોકો સાથે લેવા-દેવા છે. વધુમા કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ અમે PM મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે, PM મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે કરવું પડ્યું.

જ્યાં રાજા અંધ હોય છે, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થાય
આ તરફ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, જ્યાં રાજા અંધ હોય છે, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થાય છે. છીનવાઈ જાય છે. જેની સામે અમિત શાહે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે ગૃહમાં આ રીતે PM વિશે વાત ન કરી શકો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ