બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Adani Group Takes Over Management Control Of Mumbai International Airport From GVK

એરપોર્ટ સંચાલન / હવે ગૌતમ અદાણી મુંબઈ એરપોર્ટના માલિક, GVK ગ્રુપ પાસેથી સંભાળ્યો કબજો, યુવાનો માટે કરી આ મોટી જાહેરાત

Hiralal

Last Updated: 10:43 PM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ અદાણીએ GVK ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો કબજો સંભાળી લઈને હજારો યુવાનોને રોજગારી આપવાની જાહેરાત કરી છે.

  • ગૌતમ અદાણીએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો કબજો સંભાળ્યો
  • ખુદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને મંગળવારે આ વાતની જાણકારી આપી 
  • ગૌતમ અદાણીએ હજારો સ્થાનિક લોકોને રોજગારીની જાહેરાત કરી 

ખુદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને મંગળવારે આ વાતની જાણકારી આપી છે. અદાણી ગ્રુપ છેલ્લા કેટલાક વર્ષોથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબતૂ કરી રહ્યાં છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ આ દિશામાં મોટું હસ્તાંતરણ છે. 

ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટનો કબજો સંભાળી લેતા અમને ખુશી છે. મુંબઈને ગૌરવાન્તિત મહેસૂસ કરાવવું અમારુ વચન છે. અદાણી સમૂહ બિઝનેશ, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યના એરપોર્ટ ઈકોસિસ્ટમ ઊભી કરશે. અમે હજારો સ્થાનિક લોકોને રોજગારી આપીશું.

અદાણી પાસે 6 એરપોર્ટ
હાલમાં અદાણી ગ્રુપ અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગ્લુરુ, ગુવાહાટી અને તિરૃવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરી રહ્યો છે. આ એરપોર્ટનો ઓપરેટ કરવા માટે અદાણી ગ્રુપ પાસે 50 વર્ષનો કરાર છે. 

GVK Group પાસેથી ચાર્જ લીધો
પહેલા મુંબઈ એરપોર્ટનું સંચાલન GVK ગ્રુપ પાસે હતું. અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં જીવેકી ગ્રુપની હિસ્સેદારી ખરીદીને તેનું મેનેજમેન્ટ હાંસલ કર્યું છે. અદાણી સમૂહ પાસે મુંબઈ ઈન્ટરનેશનલ ગ્રુપમાં પહેલેથી જ 23.5 ટકા હિસ્સેદારી હતી. 

અદાણી ગ્રુપ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવી રહ્યું છે
અદાણી ગ્રુપની 100 ટકા હિસ્સેદારી ધરાવતી સબસિડરી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે આવતા  મહિનાથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ શરુ કરશે. 2024 સુધીમાં આ એરપોર્ટના ચાલુ થવાની ધારણા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Mumbai international Airport gvk group vtv india news ગૌતમ અદાણી જીવીકે ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વીટીવી ઈન્ડીયા ન્યૂઝ Mumbai International Airport
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ