બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Adani buys road assets, checkpost assets of Sadbhav Infrastructure

બિઝનેસ / અદાણીએ મહારાષ્ટ્રમાં પાર પાડી વધુ એક મોટી ડીલ, 1680 કરોડમાં સદ્ભાવ ઇન્ફ્રાની આ એસેટ ખરીદશે

Kiran

Last Updated: 02:52 PM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મહારાષ્ટ્ર ચેકપોસ્ટ પર એસેટની ખરીદી કરશે, 1680 કરોડમાં સદ્ભાવ ઇન્ફ્રાની આ એસેટ ખરીદશે

  • અદાણી રોડ ટ્રાન્સપોર્ટ ખરીદશે એસેટ્સ
  • અદાણી સદભાવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની એસેટ્સ ખરીદશે 
  • મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની જોવાઈ રહી છે રાહ

અમદાવાદ સહિત લખનઉ અને મેંગલુરુ એરપોર્ટ બાદ હવે અદાણી જૂથ મહારાષ્ટ્રી ચેકપોસ્ટ પર હસ્તગત કરવા જઈ રહી છે. અદાણી એન્ટ્ર પ્રાઈઝની સબસિડિયરી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ એસેટ્સ ખરીદી કરશે. આ સોદો રૂ 1,680 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર કરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટ નેટવર્ક લિમિટેડ સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડની પેટાકંપની છે. 

1680 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર સોદો

અહેવાલ મુજબ રૂ 1,680 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર સોદો કરવામાં આવશે. હાલ સદભાવ ઈન્ફ્રાસ્ક્રચરની 18 ચેકપોસ્ટ મહારાષ્ટ્રમાં કાર્યરત છે જો કે હિસ્સો ખરીદવા મામલે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી અને જોગવાઈની હાર જોવાઈ રહી છે.મહત્વનું છે કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સૌથી મોટી કંપની તરીકે અદાણી ગ્રુપ દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક અને ઓપરેટર બનવાના તેના મિશનને અનુરૂપ વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનો પોર્ટફોલિયો બનાવવા માંગે છે.  

મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની જોવાઈ રહી છે રાહ

ઉલ્લેખનિય છે કે અહેવાલ પ્રમાણે એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે ARTL દેશમાં રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સના કામગીરી કરે છે અને નિર્માણ, સંચાલન પણ કરે છે. કંપની MBCPNLમાં 49 ટકા હિસ્સો પ્રથમ હસ્તગત કરશે. જેમાં વધારાનો હિસ્સો ખરીદવાનો વિકલ્પ હશે. ગેટવે મહારાષ્ટ્રને 6 પડોશી રાજ્યો સાથે જોડે છે જે ભારતમાં 20 ટકાથી વધુ વ્યાપારી માર્ગ ટ્રાફિકને આવરી લે છે. કંપની પાસે 24 સંકલિત ચેકપોસ્ટ છે જે મહારાષ્ટ્રની અંદર અને બહારના તમામ મુખ્ય ટ્રાફિક માર્ગો માટે કોમર્શિયલ વાહનોમાંથી સર્વિસ ફી વસૂલવાની સત્તા ધરાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Checkpost Sadbhav Infrastructure adani road assets અદાણી મહારાષ્ટ્ર ચેકપોસ્ટ રોડ એસેટ્સ ખરીદી Adani Business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ