બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Adaar punavala tiwt for vaccine pasport

વેક્સિન પાસપોર્ટ / વેક્સિન પાસપોર્ટ નહીં આપવાના યુરોપના નિર્ણયને પગલે પુનાવાલાનું મોટું નિવેદન, કહ્યું- ઝડપથી...

Ronak

Last Updated: 02:25 PM, 28 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, તે લોકોને યુરોપીયન સંઘના દેશો દ્વારા વેક્સિન પાસપોર્ટ આપવાની ના પાડી દેવામાં આવી છે. જેથી આ મામલે અદાર પૂજાવાલાએ ટ્વીટર પર ટ્વીટ કરીને લોકને આશ્વાસન આપ્યું છે.

  • યુરોપના દેશોમાં કોવિશીલ્ડ વેકિસન લીધી હોયતો વેક્સિન પાસપોર્ટ નહી મળી 
  • અદાર પૂનાવાલાએ આ મામલે લોકોને આશ્વાસન આપ્યું 
  • ટ્વીટર પર ટ્વીટ કરીને લોકોને આશ્વાસન આપ્યું 

યુરોપીયન સંઘના દેશો દ્વારા જે લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લગાવી છે તે લોકોને વેકિસન પાસપોર્ટ આપવાની ના પાડી દેવામાં આવી છે. જેને લઈને સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આ મામલે જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે. ટ્વીટર પર ટ્વીટ કરીને પૂનાવાલાએ આ મામલે લોકોને આશ્વાસન આપ્યું છે. 

ઉચ્ચસ્તરે વાત કરવામાં આવશે 

પૂનાવાલાએ કહ્યું કે જે લોકોને જે લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી છે. તે લોકોને યુરોપમાં વેક્સિન પાસપોર્ટ મામલે તકલીફ પડી રહી છે. જેથી હુ તેમને આશ્વાસન આપુ છું કે આ મુદ્દો ઉચ્ચસ્તરે મુકવામાં આવશે. સાથેજ પૂનાવાલાએ આ મામલે જલ્દીથી નિરાકરણ લાવવાની વાત કરી છે. આ સમસ્યાનું નિવારણ લાવવા તેઓ બધાજ પ્રયાસો કરવાના છે. 

 

ચાર વેક્સિનને મંજૂરી 

આપને જણાવી દઈએ કે યૂરોપીયન મેડિસિન એંજસી દ્વારા ચાર વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમા એસ્ટ્રાજેનેકા વેક્સિન શામેલ છે. પરંતુ સીરમ ઈન્સ્ટીટયૂટ દ્વારા જે કોવિશીલ્ડ વેક્સિન બનાવામાં આવી છે તેને મંજૂરી આપવામાં નથી આવી. બીજી તરફ ભારતમાં મોટા ભાગના લોકોને હાલ કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે. 

1 જુલાઈથી વેક્સિન પાસપોર્ટ અમલમાં 

યુરોપિયન સંઘની યોજના અનુસાર 1 જુલાઈથી ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અમલમાં મુકાવામાં આવશે જેને EU પાસપોર્ટ પણ કહેવામાં આવે છે. આ સર્ટિફિકેટનો ઉદ્દેશ કોરોના સામે લડવાનો છે. આ સર્ટિફિકેટ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને જે લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે તે લોકોને આપવામાં આવશે. પરંતુ કોવિશીલ્ડ વેક્સિનને તેની મંજૂરી આપવામાં નથી આવી. 

ડેલ્ટા વેરિએંટને લઈને ભયનો માહોલ 

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની બીજી લહેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએંટને લઈને વિશ્વમાં હાલ ભયનો માહોલ ફેલાયેલો છે. વિશ્વના કુલ 85 દેશોમાં હાલ ડેલ્ટા પ્લસ વેરિએંટ જોવા મળ્યો છે. જેના કારણે બધાજ દેશો અત્યારથી એલર્ટ થઈ ગયા છે. એવી સંભવના પણ છે ડેલ્યા વેરિએંટને લઈને ત્રીજી લહેર આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ