ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકસાથે 50 એકમોમાં આરોગ્ય વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ, ફટકારી નોટિસ

મોરબી / એકસાથે 50 એકમોમાં આરોગ્ય વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ, ફટકારી નોટિસ

Published By: Vishal Khamar

Last Updated: 03:27 PM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગ જાગૃત અવસ્થામાં આવી જવા પામ્યું છે. મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર બેદરકારી બદલ 15 ખાદ્ય પદાર્થના વેપારીઓને નોટીસ ફટકારી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

મોરબી શહેરમાં આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરીને રેસ્ટોરન્ટ, કેફે અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 50 એકમોમાં તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય સાથે ચેડાં કરતા 15 વેપારીઓ સામે નોટિસ ફટકારવામાં આવી હતી.

અનેક અનિયમિતતાઓ સામે આવી

આરોગ્ય વિભાગની ટીમે ખાસ કરીને રવાપર રોડ વિસ્તારમાં આવેલી કેપિટલ માર્કેટ ખાતે વિવિધ ખાદ્ય એકમોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી ખાદ્ય સામગ્રી, અયોગ્ય સંગ્રહ અને ખાદ્ય રંગોના ઉપયોગ જેવી અનિયમિતતાઓ સામે આવી હતી.

અખાદ્ય ખોરાક જપ્ત કરાયો

તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે કેફે ચોકો ક્રેઝ માંથી મળેલી કેકની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરતાં તેનો નાશ કરાવ્યો હતો. ઉપરાંત ધ ઘૂઘરા હાઉસ માંથી વાસી ઘૂઘરા અને અનધિકૃત ખાદ્ય રંગનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો.

ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

તે જ રીતે સ્પાઈસી હોટ અને શુભ રેસ્ટોરન્ટ માંથી વાસી મન્યુરિયન અને ગ્રેવી મળી આવતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક તેનો નાશ કરાવ્યો હતો.

આ પણ વાંચોઃ વધુ એક લોકગાયિકાનો પારિવારિક વિવાદ ચર્ચામાં, પૂર્વ પતિએ કહ્યું ''મારા પરિવારને કંઇ થયું તો...''

નિયમોનું પાલન કરવા સૂચનાઃ આરોગ્ય અધિકારી

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવી ચકાસણીઓ વધુ કડક બનાવવામાં આવશે. સાથે જ ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Health Department raids Morbi Morbi news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ