બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action in the matter of beating children in school in Valsad

VTV IMPACT / અહેવાલનો પડઘો: વલસાડના ખડકી ગામની શાળાના મહિલા આચાર્યની ધરપકડ, બાળકોને માર મારવા મામલે લેવાયા એક્શન

Dinesh

Last Updated: 04:33 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર મારવા બાબતે કાર્યવાહી, મહિલા આચાર્ય સામ્રાજ્ઞીબેન મનાતનીને સસ્પેન્ડ કરી ધરપકડ કરાઈ

  • વલસાડમાં શાળામાં બાળકોને માર મારવા મામલે એક્શન
  • શાળાના મહિલા આચાર્ય સામ્રાજ્ઞીબેન મનાતનીને કરાયા સસ્પેન્ડ
  • પ્રાર્થના સભામાં મોડા આવવા બદલ માર્યો હતો માર


વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યોની ઘટના સામે આવી હતી. જેથી વાલીઓએ શાળામાં તાળાબંધી કરી હતી. જે સમગ્ર બાબતે VTVએ અહેલાલ પ્રસારિત કર્યો હતો અને જે બાદ પડઘા પડ્યાં છે. શાળાના મહિલા આચાર્યને સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરાઈ છે.

શાળામાં બાળકોને માર મારવા મામલે એક્શન
વલસાડના ખડકી ગામની શાળામાં બાળકોને માર મારવા મામલે એક્શન લેવાઈ છે. શાળાના મહિલા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ધરમપુર પોલીસે મહિલા આચાર્ય સામ્રાજ્ઞીબેન મનાતની ધરપકડ કરી છે. સમગ્ર બાબતે ગઈ કાલે VTVએ અહેવાલ બતાવ્યો હતો જે બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને જે મહિલા આચાર્ય સામે એક્શન લેવાઈ છે.

જાણો સમગ્ર મામલો
ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં પહોંચવામાં 10 મિનિટ મોડું થયું હતું. જેથી શિક્ષિકાએ તમામ વિદ્યાર્થીઓને માર માર્યો છે. વધુમાં વાલીએ આક્ષેપ કર્યો હતો કે, લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો છે. આક્ષેપ કરવા સાથે જ વાલીએ મુખ્ય શિક્ષિકા પર કાર્યવાહી કરવા માગ કરી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી હતી.
               
પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી
વલસાડના ધરમપુરમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી. અંતરિયાળ ખડકી ગામમાં પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી સમગ્ર મામલો કંઈક આ રીતનો હતો કે, શાળાના મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. શિક્ષિકાએ વિદ્યાર્થીઓ માર મારવાનું કારણ એવું જાણાવા મળ્યું હતું કે, પ્રાર્થનામાં વિદ્યાર્થી થોડા લેટ પહોંચ્યા હતા જેના માટે તેણે 40 બાળકોને માર માર્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

વાલીએ ચીમકી ઉચ્ચારી હતી
વાલીઓએ જણાવ્યું છ કે, અમારો છોકરાઓને શાળામાં આવતા-આવતા 10 મિનિટ લેટ થયું તેના બદલામાં શાળાના આચાર્ય શિક્ષિકાએ 40થી45 બાળકોને માર માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવી ઘટના બનવા છતા અમને એ દિવસે જાણ થઈ ન હતી. જ્યાર બાદ બીજા દિવસે જાણ થતાં જે છોકરાઓને વધુ માર મારેલો તેમને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે બાદ પોલીસ ફરિયાદ કરી હતી. વાલીએ ઉમેર્યું હતું કે, આ શાળામાંથી આ શિક્ષિકા પર કાર્યવાહી કરવામાં આવે અને અન્ય નવા શિક્ષક ન આવે ત્યાં સુધી આ શાળાની તાળાબંધી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ