બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Accused Sajan Bharvad, who attacked lawyer Mehul Boghra, got conditional bail

સુનાવણી / વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને મળ્યા શરતી જામીન, પણ સાથે હાઈકોર્ટે લગાવ્યા આ પ્રતિબંધ

Vishnu

Last Updated: 09:41 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાજન ભરવાડ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી સુરત શહેરમાં પ્રવેશી નહીં શકે, એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ

  • વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનારને મળ્યા જામીન 
  • હાઈકોર્ટે 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને આપ્યા જામીન 
  • અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના ફગાવ્યા હતા જામીન

સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે.

હાઇકોર્ટે શું શરતે જામીન આપ્યા?
ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મહત્વનું છે કે અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવ્યા હતા.

સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા.

અગાઉ આ ઘટનાને લઇ પોલીસ અધિકારીઓ પર તવાઈ બોલાવાઇ હતી
વધુમાં આ ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવતા 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. તો સાથે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવાઇ હતી.  PI એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. તદુપરાંત એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા તો સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના?
ગત ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ