બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Accused of deploying Rauf in the name of CMO absconded from under the nose of the police after the court term

વડોદરા / CMOના નામે રૌફ જમાવતા યુવકે મુંબઈની મોડલને ફસાવીને આચર્યું દુષ્કર્મ, કોર્ટ મુદ્દત માટે લઈ ગયા બાદ પોલીસના નાક નીચેથી થયો ફરાર

Priyakant

Last Updated: 03:40 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વિરાજને લઈ જનાર કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન ફૂટ્યો ભાંડો, વિરાજ ફરાર થયો હોવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ઉડી ઉંઘ

  • CMOના નામે રોફ ઝાડનાર વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર
  • છેતરપિંડી અને બળાત્કારનો આરોપી વિરાજ પટેલને રખાયો હતો સેન્ટ્રલ જેલમાં
  • ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટની ઓળખ આપી મુંબઈની મોડલને ફસાવી ગુજાર્યો હતો બળાત્કાર
  • વિરાજ પટેલને 25 આરોપીઓ સાથે મુદત હોય રજૂ કરાયો હતો કોર્ટમાં
  • મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ થઈ દોડતી

Vadodara News : CMOના નામે રોફ ઝાડનાર વિરાજ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. છેતરપિંડી અને બળાત્કારનો આરોપી વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. આ તરફ મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ વિરાજને લઈ જનાર કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો કે તે ભાગી ગયો છે. 

ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટની ઓળખ આપી મુંબઈની મોડલને ફસાવી બળાત્કાર ગુજારનાર આરોપી વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે, વિરાજ પટેલને 25 આરોપીઓ સાથે મુદત હોય કોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ વિરાજને લઈ જનાર કોન્સ્ટેબલની પૂછપરછ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો. વિરાજ ફરાર થયો હોવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. 

આ તરફ વિરાજ પટેલ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા બાદ હવે ગોત્રી પોલીસે વિરાજ પટેલ સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, 
PMOના નામે રોફ જમાવતા મહાઠગ કિરણ પટેલ બાદ CMOના નામે રોફ જમાવતો વધુ એક મહાઠગ વિરાજ પટેલ ઝડપાયો હતો. મહાઠગ વિરાજ પટેલ પર મુંબઈની એક મોડલે વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. તો વળી બીજી તરફ તેના ઠગના કારનામાં સામે આવી રહ્યાં છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 

ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત
વડોદરામાં CMO ઓફિસરની ખોટી ઓળખ આપનારો ઢગ ઝડપાયા બાદ તેની પોલીસે સઘન તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.  વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની બહેનના દીકરાની ઓળખ આપી હતી તો આગ્રામાં ગૃહમંત્રી અમિત શાહ માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પણ પ્રયાસ કર્યોનો ખુલ્યો છે.

2016માં ઉજ્જૈન MLA સાથે ઠગાઈ
વિરાજ શાહ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી વધુમાં તેણે 2016માં ઉજ્જૈન MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હોવાનો પણ જાણવા મળ્યું છે તેમજ એક યુવતી સાથે પણ ગિફ્ટ સિટી માટે મોડેલિંગના નામે ઠગાઈ કરી હતી.  2022માં બોપલની યુવતી પાસેથી મોડેલિંગના નામે 50 હજાર રૂપિયા પડાવ્યા પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠગ વિરાજ સામે અમદાવાદના જુદા-જુદા પોલીસ મથકોમાં ગુના દાખલ થયા છે.

ખોટી ઓળખ આપી આચર્યુ દુષ્કર્મ 
પોલીસે ઘટના સ્થળે પહોંચી CMOમાં તપાસ કરતા મહાઠગની પોલ ખુલી હતી. તેમજ ગિફ્ટ સિટીનો પ્રેસિડન્ટ પણ ન હોવાની વિગત સામે આવી હતી. જેથી ગોત્રી પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તેમજ મહાઠગ વિરાજ પટેલે  મુબઈની મોડલને ગિફ્ટ સીટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાને લઈ મહાઠગ વિરાજ પટેલ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ