બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સકંજામાં, એક સગીર સહિત 14ની ધરપકડ

કાર્યવાહી / અમદાવાદમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સકંજામાં, એક સગીર સહિત 14ની ધરપકડ

Last Updated: 01:43 PM, 14 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજીક તત્વોને પોલીસે ઝડપી પાડી તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. અંગત અદાવતમાં અસામાજીક તત્વો દ્વારા સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો.

અમદાવાદનાં વસ્ત્રાલમાં ગત રોજ રાત્રીનાં સુમારે આતંક મચાવનાર અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા રામોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પાણીપુરીની લારી રાખવા બાબતે ચાલતી બબાલની અદાવતમાં સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના શખ્શો વચ્ચે બબાલ થઈ હતી. સંગ્રામ સિકરવારની શોધમાં નીકળેલા શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો અને હથિયારો સાથે રસ્તા પર ઉતરી વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈ રામોલ પોલીસ દ્વારા એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર 4 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ટોળાએ રસ્તા પરની દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હાથમાં તલવાર, પાઈપ, ધોકા સહિતનાં હથિયાર સાથે ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું. ત્યારે વસ્ત્રાલમાં શાશ્વત-2 સોસાયટી નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તેમજ 15 થી 20 જેટલા શખ્સોનાં ટોળાએ સમગ્ર રસ્તાને બાનમાં લીધો હતો. તેમજ રસ્તે જતા વાહન ચાલકોને ઉભા રાખીને માર માર્યો હતો. તેમજ રસ્તા પરની દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.

વધુ વાંચોઃ રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ ફ્લેટમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

પોલીસે વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી

સોશિયલ મીડિયા પર અસામાજીક તત્વોનાં આતંકનો વીડિયો વાયરલ થતા પોલીસ તાત્કાલીક હરકતમાં આવી જવા પામી હતી. તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનાં આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી હતી. તેમજ રામોલ પોલીસ દ્વારા વીડિયોનાં આધારે અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Police Ahmedabad Crime Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ