બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:15 PM, 12 December 2022
ADVERTISEMENT
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે.
ADVERTISEMENT
જુઓ લિસ્ટ
કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
ક્રમ | નામ | ક્યું ખાતું અપાયું |
1 | કનુ દેસાઈ | નાણા અને ઉર્જા |
2 |
ભાનુબેન બાબરીયા |
સામાજિક અને અધિકારિકિ્તા |
3 | કુબેર ડિંડોર | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી |
4 |
બળવંતસિંહ રાજપૂત |
ઉદ્યોગ મંત્રાલય |
5 | ઋષિકેશ પટેલ | આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ |
6 | રાઘવજી પટેલ | કૃષિ અને પશુપાલન |
7 | મૂળુભાઈ બેરા | પ્રવાસ અને વન પર્યાવરણ |
8 | કુંવરજી બાવળિયા | પાણી પુરવઠા |
રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
ક્રમ | મંત્રી નામ | રાજ્યકક્ષાના મંત્રી | જીતેલ બેઠક |
1 | જગદીશ પંચાલ* | સહકાર અને મીઠા ઉદ્યોગ અને છાપકામ | નિકોલ |
2 | હર્ષ સંઘવી* | ગૃહ અને રમત ગમત | મજૂરા |
3 | ભીખુસિંહ પરમાર | ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ | મોડાસા |
4 | બચુ ખાબડ | પંચાયત અને કૃર્ષિ | દેવગઢબારિયા |
5 | પ્રફુલ પાનસેરીયા | પ્રાથમિક અને પૌર્ઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ | કામરેજ |
6 | મુકેશ પટેલ | વન પર્યાવરણ અને પાણી પુરવઠા | ઓલપાડ |
7 | કુંવરજી હળપતિ | શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ તેમજ આદિજાતિ વિકાસ | માંડવી- ST-18 |
8 | પરસોત્તમ સોલંકી | મત્સ્ય અને પશુપાલન વિભાગ | ભાવનગર ગ્રામ્ય |
*હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો અપોયો છે
કોણ કોણ શપથવિધીમાં હાજર રહ્યાં હતાં
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.